આમિર ખાનની લાડલીના લગ્નમાં પહોંચ્યો અંબાણી પરિવાર, કન્યાના માતા-પિતાએ આ રીતે કર્યું સ્વાગત

આમિરની લાડલી આયરાના લગ્નમાં પહોંચ્યો અંબાણી પરિવાર, કન્યાના માતા-પિતાએ આ રીતે કર્યું સ્વાગત

Ambani family at Aamir Khan’s house : હાલ દેશભરમા લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે ઘણા બધા સેલેબ્સના ઘરમાં પણ લગ્નની ખબરો સામે આવતી હોય છે. આવી જ એક ખબર ગઈકાલે સામે આવી જેમાં  બોલીવુડના દિગ્ગજ અભિનેતા આમિર ખાનની દીકરી આયરા ખાન અને નુપુર શિખર લગ્નના બંધનમાં બંધાઈ ગયા. 3 જાન્યુઆરીએ આયરાએ તેના મંગેતર સાથે લગ્ન કર્યા. પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં, કપલે મુંબઈના તાજ એન્ડમાં રજીસ્ટર્ડ લગ્ન કર્યા. આ સમયગાળાની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે.

અંબાણી પરિવાર આવ્યો લગ્નમાં :

આ ખુશીના અવસરમાં અંબાણી પરિવારે પણ ભાગ લીધો હતો. આનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આમિર તેની પૂર્વ પત્ની કિરણ રાવ સાથે તેના વીવીઆઈપી મહેમાનો મુકેશ અંબાણી અને નીતા અંબાણીને ગળે લગાવીને આવકારતા જોવા મળે છે. આ દરમિયાન શેરવાની અને ધોતીની સાથે માથા પર પાઘડી પહેરીને આમિરનો લુક એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. ગોલ્ડન કલરની સાડી અને ગ્રીન ડિઝાઈનર બ્લાઉઝમાં કિરણ રાવનો લુક પણ એકદમ એલિગન્ટ લાગતો હતો.

આમિરે કર્યું સ્વાગત :

મીડિયા રિપોર્ટ અનુસાર કોર્ટ મેરેજ બાદ હવે આ કપલ 8 જાન્યુઆરીએ ઉદયપુરમાં ભવ્ય લગ્ન કરશે. પેપરાજીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર વેડિંગ વેન્યુના કેટલાક વીડિયો શેર કર્યા છે, જેમાં કેટલાક ખાસ મહેમાનોની ઝલક પણ જોવા મળી હતી. સ્ટાર કિડના લગ્નમાં અંબાણી પરિવારે પણ હાજરી આપી હતી. એક વીડિયોમાં આમિર ખાન અંબાણી પરિવારનું માથા પર પાઘડી પહેરીને સ્વાગત કરતો જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

નીતા અંબાણીના લુકે ખેંચ્યું ધ્યાન :

આમિર ખાનની દીકરી આયારા ખાનના લગ્નમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે પહોંચ્યા હતા. મુકેશ અંબાણી બ્લેક સૂટમાં જોવા મળ્યા હતા જ્યારે નીતા અંબાણી બ્લુ સાડીમાં જોવા મળ્યા હતા. તેણીએ તેની સાડીને લીલા રંગના બ્લાઉઝ સાથે જોડી હતી. ડાયમંડ સેટ અને ખુલ્લા વાળમાં નીતા ખૂબ જ સુંદર લાગી રહી હતી. આમિર ખાને તેના VVIP મહેમાનને ગળે લગાવીને આવકાર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Niraj Patel