દેશનો સૌથી અમીર પરિવાર અંબાણી આવી રીતે ધુળેટી મનાવે છે, જુઓ ફોટા
હોળીનો તહેવાર ના માત્ર રંગોનો તહેવાર છે પણ જૂની ફરિયાદો ભૂલીને એકબીજા સાથે પ્રેમ વહેંચવાનો તહેવાર પણ છે. આ તહેવાર પર એકબીજાને રંગવાની સાથે સાથે ખૂબ જ મસ્તી પણ કરવામાં આવે છે અને જ્યારે ઉજવણીની વાત આવે છે ત્યારે અંબાણી પરિવારની ઉજવણી જોવા જેવી હોય છે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ જ્યારે ફૂલોની હોળીનું આયોજન કર્યું હતું ત્યારે તેઓએ ખૂબ જ મસ્તી કરી હતી અને આ દરમિયાનની જૂની તસવીરો પણ સામે આવી છે. ઈશા અંબાણીની ફૂલો સાથેની હોળીની ઉજવણીની કેટલીક જૂની તસવીરો સામે, જે વર્ષ 2018ની હોવાનું કહેવાય છે.
આ તસવીરોમાં જોઈ શકાય છે કે ઈશાથી લઈને તેના માતા-પિતા મુકેશ અને નીતા અને ભાઈ અનંત સુધી બધા જ ફૂલોમાં તરબોળ છે. તસવીરો જોઈને અંદાજ લગાવી શકાય છે કે આ પ્રસંગે ત્યાં હાજર તમામ લોકોએ ફૂલોની હોળીનો કેટલો આનંદ લીધો હશે. તસવીરોમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ પણ જોવા મળી, જેના પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.
નીતા અંબાણીની વાત કરીએ તો ફૂલોની હોળી માણતી વખતે તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. આ સિવાય મુકેશ અંબાણી, શ્લોકા મહેતા અને અંબાણી પરિવારના કેટલાક સંબંધીઓ અને મિત્રો પણ આ સેલિબ્રેશનમાં જોવા મળ્યા હતા. ઈશાના લુક વિશે વાત કરીએ તો આ દરમિયાન તે ખૂબ જ આરામદાયક અને સુંદર આઉટફિટમાં હતી.
આ અવસર માટે ઈશાએ ગુલાબી રંગના સ્કર્ટ સાથે મેચિંગ બ્લાઉઝની જોડી બનાવી હતી, જેમાં સફેદ રંગના દોરાઓથી ભરતકામ કરવામાં આવ્યું હતું, જે ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું. પોતાના લુકને મિનિમલ રાખીને ઈશાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. એક તસવીરોમાં શ્લોકા પણ જોવા મળી હતી, જે નણંદ ઈશાનો હાથ પકડીને મસ્તી કરતી જોવા મળી.
આ દરમિયાન શ્લોકા પણ ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઈશા અંબાણીના લગ્ન આનંદ પીરામલ સાથે 12 ડિસેમ્બર 2018ના રોજ થયા હતા. આમ તો આ હોળી આનંદ અને ઈશાના લગ્ન પહેલાની છે, પરંતુ એક તસવીરમાં અનંત અને આનંદને ફૂલો સાથે રમતા જોઈ શકાય છે.
તસવીરમાં અનંત તેના જીજાજી આનંદ પર ફૂલોથી ભરેલી ટોપલી નાખતો જોવા મળે છે. આ દરમિયાન આનંદ સફેદ કલરના કુર્તા-પાયજામામાં ખૂબ જ ડેશિંગ દેખાઈ રહ્યો હતો. જણાવી દઇએ કે, 6 માર્ચ 2020ના રોજ, ઇશાએ તેના પરિવાર અને નજીકના મિત્રો માટે એક ભવ્ય હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે ઈશાએ પિંક અને યલો પ્રિન્ટેડ વ્હાઈટ મેક્સી ડ્રેસ પહેર્યો હતો. તેણે હાફ-અપ બન સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો. બીજી બાજુ, તે તેની ભાભી શ્લોકા મહેતા હતી જેણે તેના રંગબેરંગી ડ્રેસથી બધાનું દિલ જીતી લીધું હતું. શ્લોકાએ રંગબેરંગી ક્રોપ ટોપ અને પલાઝો સેટ પસંદ કર્યો, જેમાં તે ડ્રોપ ડેડ ખૂબસૂરત દેખાતી હતી.
ઈશાની આ પાર્ટીમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પણ સામેલ થયા હતા, જેમણે ઈશાની આ હોળી પાર્ટીમાં ખૂબ જ મસ્તી કરી હતી. આ દરમિયાન પ્રિયંકા કલરફુલ પ્રિન્ટ શરારા સેટમાં જોવા મળી હતી. જ્યારે નિકે સફેદ કુર્તા-પાયજામા પહેર્યો હતો.