મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે પોતાના જન્મ દિવસની ઉજવણીની તસવીરો આદિત્ય ગઢવીએ કરી શેર.. ચાહકો પણ થયા ખુશ ખુશાલ

 

Ambani family celebrated Aditya Gadhvi’s birthday : ગુજરાતના લોકપ્રિય ગાયક આદિત્ય ગઢવીએ 3 એપ્રિલના રોજ પોતાનો જન્મ દિવસ ઉજવ્યો. આદિત્ય ગઢવીએ પોતાના સુરીલા અવાજથી ના માત્ર ગુજરાતમાં પણ દેશ અને દુનિયામાં મોટું નામ બનાવ્યું છે. આદિત્યનું “ખલાસી” ગીત તો વિશ્વ લેવલે વાઇરલ થયું. ત્યારે થોડા દિવસ પહેલા જ આદિત્ય ગઢવીએ મુંબઈમાં પોતાનો પહેલો લાઈવ કોન્સર્ટ કર્યો અને તે પણ NMACCમાં. જ્યાં નીતા અંબાણીએ પણ આદિત્ય ગઢવીના ખુબ જ વખાણ કર્યા હતા.

આદિત્ય ગઢવીએ આ કાર્યક્રમના ઘણા વીડિયો પણ શેર કર્યા હતા, સાથે નીતા અંબાણી દ્વારા આદિત્ય ગઢવી માટે જે સ્પીચ આપવામાં આવી હતી તે પણ તેમને શેર કરી હતી. ત્યારે 3 એપ્રિલના રોજ આદિત્ય ગઢવીનો જન્મ દિવસ હતો અને અંબાણી પરિવારને જયારે જાણ થઇ કે આદિત્યનો જન્મ દિવસ છે ત્યારે તેમને પણ આ નિમત્તે ખાસ ઉજવણી કરી હતી.

 

હાલમાં આદિત્ય ગઢવીએ આ જન્મ દિવસની ઉજવણીની કેટલીક ખાસ તસવીરો પણ શેર કરી છે, જેમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી આદિત્ય ગઢવીની સાથે ઉભેલા જોઈ શકાય છે અને આદિત્ય ગઢવી કેક કાપી રહ્યા છે. આ તસવીરો પોસ્ટ કરવાની સાથે આદિત્ય ગઢવીએ સુંદર કેપશન પણ લખ્યું છે જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

 

આદિત્ય ગઢવીએ લખ્યું છે કે, “મુકેશભાઇએ નીતાબેનને કીધું કે, “આદિત્ય બધા માટે ગાય છે, લાવો આપણે એના માટે ગાઇએ.” અને પછી અંબાણી પરિવારે હેપ્પી બર્થ ડે ગાયું ને એ ક્ષણ મારા માનસમાં જીવનભર યાદ રહે એવી ક્ષણોમાંની એક ક્ષણ બની ગઇ. આ હૃદયસ્પર્શી કાર્ય માટે ફરી એકવાર અંબાણી પરિવારનો આભાર.”

 

આદિત્ય ગઢવી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોને હવે ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. હજારો લોકો આ તસવીરોને લાઈક કરી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક તસ્વીરમાં આદિત્ય ગઢવી નીતા અંબાણી સામે હાથ જોડીને ઉભા રહેલા પણ જોઈ શકાય છે. જેમાં કવિરાજની સાદગીના પણ દર્શન થાય છે.

Niraj Patel