અંબાણી પરિવારને ઉડાવવાની ધમકી: એંટીલિયાની બહાર સંદિગ્ધ ગાડીમાં મળેલા પત્રમાં અંબાણીને ધમકી, જાણો આ મામલાની મોટી વાત

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી એક સંદિગ્ધ સ્કોર્પિયો ગાડી મળી હતી. પોલિસ આ મામલે એકશનમાં આવી ગઇ છે.

Image Source

રીપોર્ટ અનુસાર, સ્કોર્પિયો ગાડીમાં મળેલા બેગ પર મુંબઇ ઇન્ડિયન્સ લખેલું હતુ અને આ સાથે જ ધમકી આપી કહ્યુ હતુ કે, તુ અને તારો પરિવાર સાચવી લેજો, તમને ઉડાવાવની બધી જ વ્યવસ્થા થઇ ગઇ છે.

ન્યુઝ એજન્સી એએનઆઇ અનુસાર, હાથથી લખેલા પત્રમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીને સંબોધીને કહેવામાં આવ્યુ છે. તેમાં ધમકી આપતા લખ્યુ છે કે, મુકેશ ભાઇ આ તો હજી ટ્રેલર છે અને આખા પરિવારને ખતમ કરવાની તૈયારી કરવામાં આવી છે.

Image Source

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિસ્ફોટક રાખનારે એક મહિના સુધી એન્ટિલિયાની બધી તપાસ કરી હતી એટલે કે રેકી કરી હતી. તેમજ ઘણી વખત મુકેશ અંબાણીના કાફલાનો પીછો પણ કર્યો. મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાથી લગભગ 200 મીટરે એક શંકાસ્પદ ગાડીમાંથી ગુરુવાર સાંજે જિલેટિનની 20 સ્ટિક્સ મળી હતી. તપાસ દરમિયાન કારનો નંબર પણ ખોટો મળ્યો.

Image Source

ગાડીનો જે રજિસ્ટ્રેશન નંબર છે એ મુકેશ અંબાણીના સુરક્ષા કાફલામાં એક વાહન સાથે મેચ થાય છે. એવામાં ક્રાઈમ બ્રાન્ચ આ એન્ગલથી પણ તપાસ કરી રહી છે. વ્હિકલને સીલ કરી દેવાયું છે.

Image Source

એન્ટિલિયાની બહાર સુરક્ષા વધારી દેવાઈ હતી. એન્ટિલિયાની બહાર ડોગ-સ્ક્વોડ, બોમ્બ-સ્ક્વોડ હાજર રહી હતી. તેમજ શુક્રવારે પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, અહીં આસપાસથી નીકળતાં વાહનો પર પણ નજર રાખવામાં આવી રહી છે. 

Shah Jina