ઉત્તરાયણને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી…જાણો

ઉત્તરાયણમાં પતંગરસિયાઓને બસ એક જ સવાલ સતાવે કે પવન કેવો રહેશે, ઉત્તરાયણની મજા તો નહિ બગડે ને કારણ કે પતંગ-દોરી, ફટાકડા, ઊંધિયા-જલેબીનો ખર્ચો કર્યા પછી જો પવન ના હોય તો મજા ના આવે. ઉત્તરાયણની આખી મજા પવનને કારણે બગડી જાય અને તહેવાર ફિક્કો બની જાય. જો કે, આ વર્ષની ઉત્તરાયણ પર કોઇની મજા નહિ બગડે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તરાયણને લઇને આગાહી કરી છે.

અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કરતા જણાવ્યુ કે, વાતાવરણ સાનુકૂળ રહેશે. રાજ્યમાં 8થી 25 કિમિની ઝડપે પવન ફૂંકાશે, મધ્ય ગુજરાતમાં આંચકાના પવનથી પતંગબાજો નિરાશ થઈ શકે છે. ઉતરાયણ પર્વ પર ઠંડા પવન ફૂંકાશે પરંતુ વરસાદની શક્યતા નથી. ઉત્તર ગુજરાતમાં 10થી 12 કિમીની ઝડપે, દ્વારકામાં 25 કિમિ, તો ઓખા અને કચ્છમાં 20 કિમિની ઝડપે પવન ફૂંકાશે. આ સાથે પૂર્વ ગુજરાતમાં 8થી 10 કિમિ તો દક્ષિણ ગુજરાતમાં 20થી 25 કિમિની ઝડપે પવન ફૂંકાશે.

અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં 10થી 12 કિમિ ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ઉત્તરાયણ પર પવન ઠંડો ફૂંકાશે. 14 જાન્યુઆરીએ રાત્રે પણ પવન રહેશે પણ બીજા દિવસે એટલે કે 15 જાન્યુઆરીએ પવનનું જોર ઘટશે. 15 જાન્યુઆરીએ વાદળછાયુ વાતાવરણ રહી શકે છે અને વરસાદની શક્યતા નહિવત છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી રહેશે. ઉત્તરી ભારતીય પ્રદેશમાં હિમ વર્ષા થવાને કારણે વધારે ઠંડી પડી શકે છે. આ ઉપરાંત ફેબ્રુઆરી અંતથી ગરમીનો અનુભવ ચાલુ થઇ જશે.

Shah Jina