ખેલૈયાઓ માટે આવ્યા માઠા સમાચાર, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નવરાત્રીમાં જ ધોધમાર વરસાદની કરી આગાહી, જુઓ શું કહ્યું

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ વરસતો જોવા મળે છે, ત્યારે આ દરમિયાન હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહીઓ પણ સાચી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હવે અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

છેલ્લા 2-3 વર્ષથી કોરોનાના કારણે નવરાત્રીનો રંગ જામ્યો નહોતો, પરંતુ આ વર્ષે કોરોનાનો પ્રકોપ ઓછો થવાના કારણે ગરબા રસિકો પણ ખુબ જ ઉત્સાહમાં છે, અને ઠેર ઠેર નવરાત્રીની તૈયારીઓ પણ પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે આ બધા વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહીએ ખેલૈયાઓમાં નિરાશા ફેરવી દીધી છે. અંબાલાલ પટેલે નવરાત્રીમાં જ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવરાત્રીના નવ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે ગરબા રસિકોમાં પણ ચિંતાનો માહોલ ફેલાયો છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે તા. 23 સપ્ટેમ્બર અને ત્યારબાદ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. તેમને જણાવ્યું કે આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે.

તેમને જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં નવરાત્રી આવી રહી છે અને આ વર્ષે ચોમાસુ પણ મોડું બેઠેલું છે. જેના કારણે ચોમાસુ વધુ 15 દિવસ સુધી આગળ ખેંચાઈ શકે છે. જેના લીધે આ વર્ષે નવરાત્રીમાં પણ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

Niraj Patel