ગુજરાત તરફ આવી રહેલા ભયાનક વાવાઝોડા અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી, કહ્યું, “50 વર્ષમાં જેવું નહિ જોયું હોય એવું….”

“વાવાઝોડાના કારણે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે, ઊંચા મોજા પણ ઉછળશે, દરિયો તોફાની બનશે અને દરિયામાં ભારે કરંટ પણ જોવા મળશે.” અંબાલાલ પટેલની આગાહી

Cyclone Biparjoy Update : ગુજરાતમાં છેલ્લા એક બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા બિપોરજોય નામના વાવાઝોડાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને ગુજરાતનું વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. આ વાવાઝોડાને લઈને દરિયાઈ વિસ્તારોમાં ચિંતામાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે.

ગુજરાત તરફ આગળ વધી રહેલા આ ભયાનક બિપોરજોય વાવાઝોડાને લઈને હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 50 વર્ષમાં નહિ જોયું હોય એવું આ વાવાઝોડું આ વર્ષે આવી રહ્યું છે. તેમને જણાવ્યું કે આ વાવાઝોડું કડાકા ભડાકા અને આંધી સાથે વરસાદ લઈને આવશે.

અંબાલાલના જણાવ્યા અનુસાર આ વાવાઝોડાની અસર રાજ્યના પશ્ચિમ કાંઠામાં વધારે જોવા નમણી શકે છે, તેમજ પવન સાથે વરસાદ ખાબકી શકે છે. આ વાવાઝોડાની અસર મધ્ય ગુજરાતમાં 12થી 16 જૂન વચ્ચે જોવા મળશે. જેના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ થઇ શકે છે.

તેમને વધુમાં એમ પણ જણાવ્યું કે આ વાવાઝોડાની વધુ અસર ઓખા, દ્વારકા, માંગરોળમાં વધારે જોવા મળશે. આ ઉપરાંત ગીર, સોમનાથ, વેરાવળ, ભાવનગર, અમરેલીમાં પણ તેની અસર વર્તાશે. તો વલસાડ અને નવસારીના ભાગોમાં પણ વાવાઝોડાના કારણે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે.

વાવાઝોડા વિશે વાત કરતા અંબાલાલ પટેલે કહ્યું કે વાવાઝોડાના કારણે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે અને ઊંચા મોજા પણ ઉછળશે. સાથે જ દરિયો તોફાની બનશે અને દરિયામાં ભારે કરંટ પણ જોવા મળશે. બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે વાવાઝોડું મજબૂત બન્યું છે. આ વાવાઝોડું જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકાવવા લાગશે.

Niraj Patel