હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચક્રવાત ‘બિપોરજોય’ બાદ કરી વધુ એક મોટી આગાહી

Ambalal Patel’s forecast: ગુજરાતમાં હાલમાં ચક્રવાત બિપોરજોયનો કહેર વર્તાઇ રહ્યો છે અને વાવાઝોડું લેન્ડફોલ થતાં જ જળ, જમીન અને વાયુમાં તોફાન જોવા મળી રહ્યું છે.
ત્યાં હવામાન વિભાગ દ્વારા રાજ્યાના અલગ-અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ખાસ કરીને તો કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું મોટુ નિવેદન સામે આવ્યું છે.

તેમણે જણાવ્યું કે, જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ 18 જૂન સુધી રહેશે અને દેશના અન્ય રાજ્યોમાં અસર 21 જૂન સુધી રહેશે. તેઓએ 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે તેવું પણ જણાવ્યુ હતુ. બિપોરજોયને કારણે આ વર્ષે ચોમાસાની પેટર્નમાં બદલાવ જોવા મળ્યો હતો, અરબ સાગરમાંથી ઉદભલેવા તોફાનને કારણે કેરળમાં ચોમાસું મોડું બેઠુ અને ના માત્ર કેરળ પરંતુ વરસાદ વચ્ચે વાવાઝોડું વિધ્ન બનતા આખા દેશમાં ચોમાસા પર અસર પડી.

જો કે, હવે તો વાવાઝોડું લેન્ડફોલ થઈ ગયું છે, ત્યારે ચોમાસાની એન્ટ્રીના એંધાણ છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની સંભાવના છે અને ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત ટળી છે. પણ હજી તેની અસર રૂપે વિવિધ ભાગોમાં વરસાદ છે. વાવાઝોડાની અસર દેશના અનેક રાજ્યોમાં જોવા મળશે. પરંતુ ત્યાર બાદ ચોમાસાનો માર્ગ ક્લિયર બનશે. તેમણે આગળ જણાવ્યુ કે, તારીખ 17થી20 દરમિયાનમાં ચોમાસાનો વરસાદ આવવાની શક્યતા છે.

દિલ્હી સ્થિત આઈઆઈટી સંસ્થાએ ચોમાસાને લઈને આગાહી કરતા જણાવ્યું કે, દર વર્ષે કરળથી ચોમાસું બેસવાની શરૂઆત થાય છે અને કેરળમાં દર વર્ષે 25 મેથી 1 જૂનની વચ્ચે ચોમાસાનું આગમન થાય છે, જેમાં ચારથી પાંચ દિવસનું અંતર રહે છે. પણ આ વર્ષે ચોથી જૂને ચોમાસાનું આગમન થયુ અને IITના જણાવ્યા અનુસાર, 2023માં ચોમાસું સામાન્ય રહેવાની અપેક્ષા છે. આ વખતે ઉત્તર પશ્ચિમમાં ભારતમાં 92 ટકા વરસાદ થવાની અપેક્ષા છે.

Shah Jina