‘કાળી આંધી’ આવશે, ગુજરાતમાં વિનાશ વેરશે! અંબાલાલ પટેલની નવી આગાહી જાણો જલ્દી

હાલ તો દેશમાં કાળઝાળ ગરમી ચાલી રહી છે અને ઉનાળાને લઇને ખાસ કરીને પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને બિહારમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યાં સિક્કિમ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં હીટવેવની સ્થિતિ ઊભી થઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના કેટલાક ભાગોમાં ગરમીથી રાહત મળવાની પણ સંભાવના છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ કશ્મીર અને પંજાબ જેવા રાજ્યો સહિત દેશના કેટલાક ભાગોમાં ગરમીમાં થોડી રાહત થાય તેવી શક્યતાઓ છે.

પંજાબ અને હરિયાણામાં સોમવારે ગરમીનો ભારે પ્રકોપ પણ રહે તો ના નહીં. જો કે, બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. તેમનું છે કે, મે મહિનામાં ગરમી ન પડે તો ચોમાસા પર અસર પડી શકે છે અને ગુજરાતના ચોમાસા પર વિપરીત અસર પડી શકે છે. તેમણે 10મી જૂન આસપાસ વરસાદ થવાની શક્યતા અને 15થી 30મી જૂન સુધી સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, વરસાદ થવાનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા છે.

તેમણે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આંધીની ગુજરાતમાં અસર થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ અનુસાર, એપ્રિલના અંત અને મેની શરૂઆત સુધી આંધી ધમરોળશે. 20 એપ્રિલ સુધી આંધી અને વંટોળનો પ્રકોપ તેમજ 20થી 25 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે. આ ઉપરાંત 25 અને 26 એપ્રિલે રાજ્યમાં ફરી આંધીનો પ્રકોપ રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યુ કે, 25 એપ્રિલથી 2 મે સુધી કાળી આંધીનો પ્રકોપ રહેશે અને તે પાકિસ્તાન તરફથી ગુજરાતમાં આવશે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કાળી આંધી ફરી શકે છે.

જ્યારે દિવેલા, બાગાયતી પાકો અને કેરીના પાકને નુકસાન થઈ શકે છે. અંબાલાલ અનુસાર, આ માસમાં હવામાનમાં પલટા આવવાની શક્યતા છે અને આ સાથે દેશના ઉત્તર ભાગમાં ભારે હિમવર્ષા અને વરસાદ થવાની પણ શક્યતા છે. ગુજરાતમાં તાપમાનને લઈને હવામાન વિભાગનું કહેવુ છે કે અમદાવાદમાં આકરી ગરમી પડશે અને ગરમીમાં વધારો થવાની શક્યતાઓ છે. સાથે જ અમદાવાદમાં એલર્ટ પણ આપવામાં આવ્યું હતું. રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 1થી 2 ડિગ્રી વધવાની શક્યતાઓ છે.

Shah Jina