હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જુલાઈ મહિનાની કરી આગાહી, આ તારીખે વરસાદ ધબધબાટી બોલાવી શકે છે

15 જૂનથી સમગ્ર દેશમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે, છેલ્લા બે દિવસથી પણ ગુજરાતમાં ઠેર ઠેર સારો વરસાદ વરસી રહ્યો છે, તો ઘણા વિસ્તારો એવા પણ છે જ્યાં વાદળો તો બંધાય છે પરંતુ વરસાદ હજુ વરસી રહ્યો નથી અને તેના કારણે ગરમીમાં પણ એટલી રાહત નથી મળી રહી. આ બધા વચ્ચે જ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં 10થી 15 જુલાઈની વચ્ચે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં 10 જુલાઈથી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને તેના કારણે 15 જુલાઈ સુધીમાં નદી નાળા પણ છલકાઈ જશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ સમય દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.

હહવામાં વિભાગ દ્વારા વરસાદને લઈને અગાઉ પણ આગાહી કરવામાં આવી હતી, ત્યારે હવે અંબાલાલ પટેલ દ્વારા પણ વધુ એક આગાહી કરવામાં આવી છે, તેમના જણાવ્યા અનુસાર જો આ વરસાદી સિસ્ટમ સક્રિય થાય 10 જુલાઈથી લઈને 15 જુલાઈ વચ્ચે રાજ્યભરમાં સારો એવો વરસાદ થઇ શકે છે.

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે શનિવાર અને 2 જુલાઈના રોજ સવારે આઠ કલાકથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તતઓમાં અડધાથી એક ઇંચ સુધી વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી હતી. ગઈકાલે પણ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગે કરવામાં આવી હતી કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે તેમજ ગાંધીનગર અને અમદાવાદમાં છુટોછવાયો વરસાદ થશે.

Niraj Patel