ગુજરાતમાં આવશે ભુક્કા કાઢી નાખે એવું વાવાઝોડું, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે ઘરમાંથી બહાર નીકળતા પહેલા ચેતજો

મે મહિનામાં ગરમીના બદલે ખાબકશે વરસાદ, આંધી અને વાવઝોડું પણ ત્રાટકશે, જુઓ અંબાલાલની ચોંકાવનારી આગાહી..

ambalal patel forecast : ગુજરાતની અંદર છેલ્લા થોડા દિવસથી વાતવરણ (wather change in gujarat) માં પલટો જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે તો ઘણી જગ્યાએ છુટાછવાયા ઝાપટા પણ જોવા મળી રહ્યા છે. ઉનાળામાં સખ્ત ગરમીના પારા વચ્ચે 2-3 દિવસથી વાતારણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે. ત્યારે આગામી સમયમાં પણ વરસાદ અને વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલ (ambalal patel) ની આગાહી સામે આવી છે.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મે મહિનામાં ગરમી, આંધી, વંટોળ અને વરસાદ રહેવાની શક્યતા છે. તેમણે જણાવ્યું કે 2 મેથી એટલે કે આજથી બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને તેના કારણે વાવઝોડું ઉભું થવાની શક્યતા છે. આ વાવાઝોડું 11થી 18 મે સુંધી મજબૂત બનીને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે. જેનો માર્ગ બાંગ્લાદેશ તરફ હોય તામિલનાડુમાં વરસાદ થશે.

આ ઉપરાંત અંબાલાલ પટેલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 5 મે સુધી વરસાદ વરસવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. સાથે જ આ મહિનામાં વાવાઝોડું ત્રાટકવાની આગાહી પણ કરી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર 2 મેથી લઈને 8 મે સુધી રાજ્યમાં આંધી, વંટોળનું પ્રમાણ પણ વધારે રહેશે. આ ઉપરાંત કેટલાક ભાગોમાં વરસાદ પણ જોવા મળશે.

સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે 15 મેથી 20 મે વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા છે. આ દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદ થવાની અને ચોમાસા જેવો માહોલ સર્જાવવાની ભીતિ પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 25 મેથી જુનની શરૂઆત સુધીમાં પણ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Niraj Patel