અંબાજી મંદિર ટ્રસ્ટે કર્યો મોટો નિર્ણય, ટૂંકા ટૂંકા કપડા પહેરીને જશો તો….

અંબાજી મંદિર ટ્રસ્ટે ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. શામળાજી મંદિર બાદ અંબાજી મંદિરમાં પણ ટુંકા વસ્ત્રો પહેરનારને પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. મંદિરના પ્રવેશ દ્રાર પર આ બાબતના બોર્ડ પણ લગાવાયા છે.

Image Source

અંબાજી મંદિરના પ્રવેશદ્વાર પર જે બોર્ડ લગાવવામાં આવ્યુ છે તેમાં લખ્યુ છે કે,નમ્ર વિનંતી- ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તેવો પોષાક (વસ્ત્રો) પહેરીને જ મંદિર સંકુલમાં પ્રવેશ કરવા વિનંતી. ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિર સંકુલમાં પ્રવેશ ન કરવા વિનંતી.

Image Source

તમને જણાવી દઇએ કે, ગુજરાતનું અંબાજી મંદિર શક્તિપીઠોમાંનું એક છે. આ મંદિરની ઘણી માન્યતા છે. આ મંદિરના ગર્ભગૃહમાં માંની પ્રતિમા સ્થાપિત છે. શક્તિના ઉપાસનો માટે આ મંદિરનું ખૂબ મહત્વ છે. દેશ અને રાજ્યભરમાંથી હજારો પ્રવાસીઓ અંબાજી મંદિર ખાતે આવતા હોય છે. લોકો મા અંબાના દર્શન કરી ધન્ય બનતા હોય છે, ત્યારે હવે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં એક મર્યાદા સાથે સંકૃતિનું પાલન થાય તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

Image Source

મંદિરના આ નિર્ણયથી કોઇ અજાણ હોય તો તે લોકો માટે ટ્રસ્ટ દ્વારા કપડાંની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ નિર્ણય સ્ત્રી અને પુરુષોને બંનેને લાગુ પડશે.

Shah Jina