ખેતરમાં રોપા રોપવા માટે આ ખેડૂતે અપનાવ્યો એવો જબરદસ્ત જુગાડ કે જોઈને તમે પણ કહેશો.. “એમ જ કઈ જગતનો તાત નથી કહેવાતો…” જુઓ વીડિયો

ખેડૂતના આ જુગાડે તો લોકોના કામ આસાન કરી આપ્યા, ખેતરમાં છોડ વાવવા માટે વગર મહેનતે કર્યો એવો જુગાડ કે.. જુઓ વીડિયો

farmer- Jugaad Video : આપણા દેશમાં જુગાડનું એક આગવું મહત્વ છે અને મોટાભાગના લોકો પોતાના કામ સરળતાથી કરવા માટે જુગાડનો સહારો લેતા હોય છે. ત્યારે ઇન્ટરનેટ પર પણ જુગાડના ઘણા વીડિયો રોજ વાયરલ તથા હોય છે, જે લોકોને પણ પસંદ આવે છે. આપણ દેશની જેમ બીજા કેટલાય દેશોમાં એવા ઘણા લોકો છે જે જુગાડ દ્વારા પોતાના કામને આસાન બનાવે છે.

આવો જ એક નવો જુગાડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વિડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ખેડૂતે ખેતરમાં રોપા વાવવા માટે જુગાડ કરીને પોતાનું કામ સરળ બનાવ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખેતરમાં રોપા વાવવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ આ કામ માટે ન તો મજૂરો ખેતરમાં દેખાય છે કે ન તો કોઈ હાથથી મહેનત વાળું કામ કરતા જોવા મળે છે.

સામાન્ય રીતે ખેતરમાં એક છોડ કે બીજ રોપવા માટે 4-5 મજૂરોની જરૂર પડે છે, સૌપ્રથમ ઢીલી માટીનો મણ તૈયાર કરવામાં આવે છે, જેથી ખાડો ખોદવાની જરૂર ન પડે. પછી એક લાઇનથી અંતર રાખીને આ પટ્ટીમાં રોપાઓ વાવવામાં આવે છે. આ કામ માટે ઘણા પૈસા અને સમયનો વ્યય થાય છે. પરંતુ વાયરલ થઈ રહેલા આ જુગાડ વીડિયોમાં જે રીતે છોડ વાવવામાં આવી રહ્યા છે તે આશ્ચર્યજનક છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિએ પોતાના હાથમાં લોખંડના શંકુ જેવું કંઈક પકડ્યું છે. જે દોરડા અને લાકડીની મદદથી બનાવવામાં આવે છે. એક વ્યક્તિ ખૂબ જ આરામથી આ સાધનને જમીનમાં નાખે છે અને બીજી વ્યક્તિ શંકુની અંદર એક છોડ મૂકે છે. ખાસ વાત એ છે કે આ માટે હાથનો ઉપયોગ કરવાની જરૂર નથી. આ વીડિયો ટ્વિટર પર @TheFigen_ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.15 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Niraj Patel