લોક ગાયિકા અલ્પા પટેલે પોતાના ભાઈના જન્મ દિવસ ઉપર આપી તેને ખુબ જ શાનદાર ભેટ, લોકો કહી રહ્યા છે, “બહેન હોય તો આવી”, જુઓ તસવીરો

પોતાના લાડલા ભાઈના જન્મ દિવસે અલ્પા પટેલે આપી એક ખુબ જ શાનદાર ભેટ, ભરથાર ઉદય ગજેરા પણ જોવા મળ્યા સાથે, જુઓ તસવીરો અને વીડિયો

ગુજરાતના લોકપ્રિય ગાયિકા અલ્પાબેન પટેલ તેમના ગીતો અને તેમના અવાજને લઈને ખુબ જ ચર્ચામાં રહેતા હોય છે, થોડા સમય પહેલા જ તે લગ્નના બંધનમાં બંધાયા છે, તેમના લગ્નની પણ ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી, લગ્ન બાદ તેઓ રજાઓ માણવા પણ આંદામાન પહોંચ્યા હતા. જ્યાંથી પણ તેમને શાનદાર તસવીરો શેર કરી હતી.

ત્યારે હવે ફરી એકવાર અલ્પાબેન ચર્ચામાં આવ્યા છે અને આ વખતે ચર્ચામાં આવવાનું કારણ તેમના ગીતો અથવા તેમનો પ્રવાસ નહિ પરંતુ તેમના ભાઈને તેના જન્મ દિવસ ઉપર આપવામાં આવેલી એક શાનદાર ભેટ છે, જેની ઘણી તસવીરો અલ્પાબેને જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી છે.

અલ્પાબેન પટેલે તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણી બધી તસવીરો શેર કરી છે, આ તસ્વીરોમાં તે તેમના ભાઈને તેમના જન્મ દિવસ નિમિત્તે ભેટ અપાતા જોવા મળી રહ્યા છે, આ તસ્વીરોમાં તેમની સાથે તેમના ભરથાર ઉદય ગજેરા પણ જોવા મળી રહ્યા છે, અલ્પાબેને તેમના ભાઈને રોયલ ઈનફિલ્ડ ભેટમાં આપ્યું હતું.

સામે આવેલી તસ્વીરોમાં અલ્પાબેન અને તેમના પતિ ઉદય ગજેરા તેમના ભાઈના હાથમાં રોયલ ઈનફિલ્ડની ચાવી આપતા જોવા મળી રહ્યા છે, આ સાથે જ તેમને કેમેરા સામે જોઈને પોઝ પણ આપ્યો હતો. આ ઉપરાંત અલ્પાબેન પટેલે તેમના ભાઈને ગિફ્ટ આપતી તસવીરો સાથે કેપશનમાં તેમને જન્મ દિવસની શુભકામનાઓ પણ પાઠવી છે.

અલ્પાબેનના ભાઈનું નામ મહેન્દ્ર પટેલ છે તે પણ એક ફ્લોક સિંગર છે. મહેન્દ્ર પટેલે પણ એક વીડિયો શેર કરીને બહેનને આ શાનદાર ભેટ માટે આભાર વ્યક્ત કર્યો છે. મહેન્દ્ર પટેલે વીડિયો પોસ્ટ કરવાની સાથે લખ્યું છે,”અલ્પાબેનનો ખુબ ખુબ આભાર આ શાનદાર સરપ્રાઈઝ ભેટ આપવા માટે” વીડિયોમાં મહેન્દ્ર બાઈક ઉપરથી કવર હટાવતા જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે અલ્પા પટેલ તેમના ભાઈને ખુબ જ પ્રેમ કરે છે અને તેમણે આ પ્રેમ ભાઈના જન્મ દિવસે અભિવ્યક્ત પણ કર્યો હતો અને આ ખુબ જ મોંઘી ભેટ આપીને ભાઈને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી, ભાઈ પ્રત્યેનો અલ્પાબેનનો આ પ્રેમ જોઈને ચાહકો પણ કહી રહ્યા છે કે, “બહેન હોય તો આવી”

17 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા અલ્પા પટેલ પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા, તેમને ઉદય ગજેરા સાથે લગ્નના સાત ફેરા ફર્યા હતા. લગ્ન પહેલા તેમણે શાનદાર પ્રિ વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું જેની તસવીરો પણ સામે આવી હતી. અલ્પા પટેલની તસવીરો ઉપર ચાહકો પણ ખુબ જ પ્રેમ વરસાવતા હોય છે.

શિવરાત્રીના પાવન પર્વ ઉપર પણ અલ્પા પટેલે જૂનગાઢની ભવનાથ તળેટીની અંદર ડાયરામાં પોતાના સુમધુર અવાજથી શિવભક્તોને ઝુમાવ્યા હતા. આ દરમિયાન તેમના ઉપર નોટોનો વરસાદ થતા પણ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે અલ્પા પટેલ ગુજરાતની પ્રસિદ્ધ ગાયિકા છે. તેમના પાર્ટનર ના તો કોઇ સિંગર છે અને ના તો કોઇ અભિનેતા. જો કે, આ સિવાય તેઓ શું કરે છે, તેની કોઇ માહિતી હાલ સામે આવી નથી.

Niraj Patel