ગુજરાતની લોકપ્રિય અને પ્રસિદ્ધ ગાયિકા અલ્પા પટેલે કરી લીધી સગાઇ- શેર કરી તસવીરો

WOW : લોક ગાયક કલાકાર અલ્પા પટેલ કરી સગાઈ, ફિયાન્સ અભિનેતા કે સિંગર સાથે નહીં પણ….

બોલિવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના ગલિયારાઓમાં હાલ તો ઘણા અભિનેતા અને અભિનેત્રીઓના લગ્ન સમાચાાર સામે આવી રહ્યા છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર બોલિવુડ અભિનેત્રી કેટરીના કૈફના ડિસેમ્બરમાં લગ્ન યોજાવાના છે. કેટરીના અને વિક્કીના લગ્ન હાલ ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની પણ ચર્ચાઓ ચાલી રહી હતી અને હવે મીડિયા અનુસાર તેમના લગ્ન પોસ્ટપોન થઇ ગયા છે તેઓ વર્ષ 2022માં લગ્ન કરવાના છે. આ ઉપરાંત ઘણા ટીવી સેલેબ્સ એવા છે જેઓ આ વર્ષ પૂરુ થતા પહેલા તેમના પાર્ટનર સાથે લગ્નના બંધનમાં બંધાવાના છે.

આ બધા વચ્ચે હવે ગુજરાતની જાણિતી ગાયિકા અલ્પા પટેલને લઇને પણ સારા સમાચાર આવી રહ્યા છે. અલ્પા પટેલે સગાઇ કરી લીધી છે. તેમના પાર્ટનરનું નામ ઉદય ગજેરા છે.આ સગાઇની કેટલીક તસવીરો અલ્પા પટેલ અને ઉદય ગજેરા બંનેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. અલ્પા પટેલે ત્રણ તસવીરો શેર કરી છે, જે તેમના સગાઇની છે.

આ તસવીરો શેર કરતાની સાથે અલ્પા પટેલે લખ્યુ છે, Got Engaged. જય ખોડીયાર. તેમણે તેમના મંગેતર ઉદય ગજેરાને પણ ટેગ કર્યા છે. આ ઉપરાંત તેમના પાર્ટનરે પણ ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે, જેમાં તે બંને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. જણાવી દઇએ કે, અલ્પા પટેલ ગુજરાતની પ્રસિદ્ધ ગાયિકા છે. તેમના પાર્ટનર ના તો કોઇ સિંગર છે અને ના તો કોઇ અભિનેતા. જો કે, આ સિવાય તેઓ શું કરે છે, તેની કોઇ માહિતી હાલ સામે આવી નથી.

અલ્પા પટેલ દ્વારા જે ત્રણ તસવીરો શેર કરવામાં આવી છે, તેમાંથી બે તસવીરોમાં તે તેમના મંગેતર સાથે જોવા મળી રહ્યા છે અને એક તસવીરમાં તેમનો પરિવાર જોવા મળી રહ્યો છે. અલ્પા પટેલની વાત કરીએ તો, તેમણે માત્ર 10 વર્ષની નાની ઉંમરે તેમના કરિયરની શરૂઆત કરી હતી અને આજે તેઓ ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકામાં સુમાર છે.

અલ્પા પટેલે જ્યારે તેમના કરિયરની શરૂઆત કરી ત્યારે તેઓની ફી માત્ર 50 રૂપિયા હતી પરંતુ આજે તેઓ એક પ્રોગ્રામના 1 લાખથી લઇને 1.25 લાખ સુધી ચાર્જ કરે છે. તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી હતી અને તે બાદથી તેઓ મામાના ઘરે જ રહી અભ્યાસ કરતા હતા. તેમનો ઉછેર મામાના ઘરે જ થયો હતો.

અલ્પા પટેલની સગાઇની તસવીર સોશિયલ મીડિયા પર આવતા જ ચાહકો સાથે સાથે સિંગર પણ તેમને શુભકામના પાઠવી રહ્યા છે. તેમની પોસ્ટ પર ગીતાબેન રબારી સહિત અનેક લોકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે.

Shah Jina