Pushpa 2 Teaser : અલ્લુ અર્જુનના બર્થ ડે પર ચાહકોને મોટી ગિફ્ટ ! ફરી એકવાર અર્જુન આવી ગયો છે ભૌકાલ મચાવવા…સાડી પહેરી મચાવ્યુ તાંડવ- જુઓ

સુપરસ્ટાર અલ્લુ અર્જુને તેના બર્થ ડે પર ચાહકોને એક મોટી ભેટ આપી છે. અલ્લુ અર્જુનના 42માં જન્મદિવસના અવસર પર તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’નું ગ્રાન્ડ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં અલ્લુ અર્જુન સાડી પહેરી ગુંડાઓને મારતો જોવા મળી રહ્યો છે. ટીઝર રીલિઝ થતાની સાથે જ ચાહકો વચ્ચે ધૂમ મચાવી રહ્યુ છે. આ ફિલ્મ સાથે અલ્લુ અર્જુન પુષ્પારાજના રોલમાં પરત ફરશે, જ્યારે રશ્મિકા પણ પુષ્પાની પત્ની શ્રીવલ્લીના રોલમાં પરત ફરશે.

ચાહકો લાંબા સમયથી ફિલ્મના ટીઝરની રાહ જોઈ રહ્યા હતા અને હવે સુપરસ્ટારના બર્થ ડે પર આ રાહ પૂરી થઈ ગઈ છે. ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની સિક્વલ ‘પુષ્પાઃ ધ રૂલ’ને લઈને ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને છે. અલ્લુ અર્જુન ફરી એકવાર ‘પુષ્પા’ બનીને બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડશે. ‘શ્રીવલ્લી’ના રોલમાં રશ્મિકા મંદાના અને ‘પુષ્પા’ના રોલમાં અલ્લુ અર્જુનના અનેક પોસ્ટર રીલિઝ થયા બાદ હવે ‘પુષ્પા 2’ના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દીધુ છે.

‘પુષ્પા 2’ના ટીઝરની શરૂઆતમાં એક આલીશાન મંડપ તૈયાર કરેલો જોવા મળી રહ્યો છે. હજારો લોકો ત્રિશૂળ લઈને સિંદૂર ઉડાડતા જોવા મળે છે. આ પછી પગમાં ઘુંઘરુ, કાનમાં ઝુમકા, કમરબંધ અને આંખોમાં કાજલ લગાવેલ અલ્લુ અર્જુનની ઝલક જોવા મળે છે. જણાવી દઇએ કે, ‘પુષ્પા ધ રાઇસ’માં અલ્લુ અર્જુને પુષ્પરાજનું પાત્ર ભજવ્યું હતું, જે જૂના ખેલાડીઓને હરાવીને લાલ ચંદનની દાણચોરીના નેટવર્કમાં ઝડપથી વધી રહ્યો હતો. હવે અર્જુનનું આ પાત્ર ‘પુષ્પા 2’માં ભૌકાલ બનશે.

લગભગ એક વર્ષ પહેલા ‘પુષ્પા 2’નો ફર્સ્ટ લૂક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સ્ટોરીમાં પુષ્પરાજનું પાત્ર ગાયબ થઈ ગયું છે. આ વીડિયોમાં ખુલાસો થયો હતો કે પુષ્પરાજ તિરુપતિ જેલમાંથી ભાગી ગયો છે અને તેને રોકવા માટે પોલીસે તેના પર ગોળીબાર કર્યો હતો. વીડિયોમાં કહેવામાં આવ્યું હતુ કે હવે પુષ્પરાજ પોલીસની ગોળીઓથી ખરાબ રીતે ઘાયલ છે. પોલીસનું સ્પેશિયલ યુનિટ તેને જંગલોમાં શોધી રહ્યું છે અને તેના લોહીથી લથબથ કપડાં પર 8 ગોળીઓના નિશાન છે.

તેના સમર્થકો પોલીસ અને સરકારનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેની હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. એવી અફવા છે કે તે વિદેશ ભાગી ગયો છે અને તેથી પ્રશ્ન એ હતો કે પુષ્પરાજ ક્યાં છે ? આ દરમિયાન માહિતી પ્રકાશમાં આવી કે જંગલોમાં સિંહોની દેખરેખ માટે લગાવવામાં આવેલા કેમેરામાં પુષ્પરાજની તસવીર કેદ થઈ ગઈ છે. પુષ્પા ક્યાં છે અને શું કરી રહ્યો છે તેનો જવાબ ‘પુષ્પા 2: ધ રૂલ’ના ટીઝરમાં છે.’પુષ્પા 2’ના ટીઝરમાં અલ્લુ અર્જુનનો અવતાર રૂંવાડા ઊભા કરી દેનાર છે.

આ વખતે અલ્લુ માં કાલીના ગેટઅપમાં જોવા મળશે. ટીઝરમાં તેનું પાત્ર પહેલા કરતા પણ ડરામણું લાગે છે. એવું લાગે છે કે આ વખતે પુષ્પરાજ દુશ્મનોનો નાશ કરવાની પ્રતિજ્ઞા સાથે પાછો ફર્યો છે. અલ્લુ અર્જુન સ્ટારર ‘પુષ્પા 2’નું ટીઝર એ વાતનો પુરાવો છે કે વર્ષ 2021માં રિલીઝ થયેલી ‘પુષ્પાઃ ધ રાઇઝ’ના તમામ બોક્સ ઓફિસ રેકોર્ડ તૂટી જવાના છે. સુકુમાર દ્વારા દિગ્દર્શિત અને મૈથરી મેકર્સ દ્વારા નિર્મિત અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહાદ ફાસીલ સ્ટારર આ ફિલ્મ 15 ઓગસ્ટ 2024ના રોજ રીલિઝ થશે. નિર્માતાઓએ ટીઝર સાથે ફિલ્મની રિલીઝની તારીખ ઓફિશિયલ કરી દીધી છે. પુષ્પા 2ના ટીઝરે ફિલ્મ માટે ચાહકોની ઉત્તેજના ચાર ગણી વધારી દીધી છે.

Shah Jina