અલાહાબાદ હાઇકોર્ટની “આદિપુરુષ”ને ફટકાર, કહ્યું, “શા કારણે હિન્દુઓની હંમેશા થાય છે પરીક્ષા ?”, જુઓ બીજું શું કહ્યું ?

હિન્દૂની આસ્થા સાથે ચેડાં કરનારી ફિલ્મ “આદિપુરુષ”ની અલાહાબાદ હાઇકોર્ટે કાઢી ઝાટકણી, ફિલ્મને બેન કરવાની થઇ હતી અરજી, જુઓ શું કહ્યું ?

Adipurush Movie Controversy: થોડા દિવસ પહેલા જ રિલીઝ થયેલી ફિલ્મ “આદિપુરુષ” સતત ચર્ચામાં છે. આ ફિલ્મ પાસે લોકોને ખુબ જ આશાઓ હતી, કારણ કે આ ફિલ્મ રામાયણ પર આધારિત હતી, પરંતુ ફિલ્મ જોયા બાદ દર્શકોની આશાઓ પર પાણી ફરી વળ્યું અને ફિલ્મના ડાયલોગ તેમજ VFXને  લઈને મોટો હોબાળો પણ મચી ગયો હતો. ત્યારે હવે આ ફિલ્મને અલાહાબાદ હાઇકોર્ટ તરફથી પણ ફટકાર લગાવવામાં આવી છે.

અલાહાબાદ હાઈકોર્ટે ફિલ્મ ‘આદિપુરુષ’ના નિર્માતાઓની ઝાટકણી કાઢીને પૂછ્યું કે શું ફિલ્મમાં ડિસ્ક્લેમર મૂકનારા લોકો દેશવાસીઓને ‘બુદ્ધિહીન’ માને છે ? કોર્ટે સવાલ કર્યો હતો કે ‘આદિપુરુષ’ના નિર્માતાઓ દ્વારા શા માટે એક ધર્મની સહિષ્ણુતાની કસોટી કરવામાં આવી રહી છે. ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહેલી કોર્ટે કહ્યું, “ફિલ્મમાં જે રીતે સંવાદોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે એક મોટો મુદ્દો છે. રામાયણ અમારા માટે આદર્શ છે. લોકો ઘર છોડતા પહેલા રામચરિતમાનસ વાંચે છે.”

તુલસીદાર દ્વારા રચિત મહાકાવ્ય ‘રામાયણ’ની વાર્તા પર આધારિત, ‘આદિપુરુષ’ તેના સંવાદો, બોલચાલની ભાષા અને કેટલાક પાત્રો માટે ટીકાનો સામનો કરી રહી છે. સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ અને પ્રતિક્રિયા બાદ, ‘આદિપુરુષ’ના નિર્માતાઓએ ફિલ્મના સંવાદો બદલી નાખ્યા છે પરંતુ તેમ છતાં દર્શકોનો આક્રોશ શમ્યો નથી. આ દરમિયાન અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે આ મામલાની સુનાવણીમાં સેન્સર બોર્ડને ઠપકો આપ્યો છે.

જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણ અને જસ્ટિસ શ્રી પ્રકાશ સિંહની ખંડપીઠે કહ્યું, “જે લોકો સારા છે તેમને દબાવી દેવા જોઈએ? શું આવું છે? તે સારું છે કે તે એવા ધર્મ વિશે છે જેના અનુયાયીઓએ કોઈ જાહેર સમસ્યા ઊભી કરી નથી .આપણે આભાર માનવો જોઈએ. કારણ કે અમે સમાચારમાં જોયું કે કેટલાક લોકો સિનેમા હોલમાં જબરદસ્તીથી હોલ બંધ કરાવવા માટે ગયા હતા, તેઓ કંઈક બીજું કરી શક્યા હોત.” પ્રમાણપત્ર પહેલાં કંઈક વિચારવું જોઈતું હતું.

વધુમાં, બેન્ચે કહ્યું, “જો આપણે આ મુદ્દા પર પણ આંખો બંધ કરીએ કારણ કે એવું કહેવામાં આવે છે કે આ ધર્મના લોકો ખૂબ જ સહિષ્ણુ છે, તો શું તેની કસોટી થશે? PIL અરજીઓમાં અહીં મુદ્દો એ છે કે ફિલ્મ કથા પર બનાવવામાં આવી છે, તેમાં કેટલાક ગ્રંથો એવા છે જે સમગ્ર ધર્મ માટે અનુકરણીય છે અને પૂજાને પાત્ર છે.

Niraj Patel