આલિયાની દીકરી રાહા અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં દેખાતી હતી ખુબ જ ક્યૂટ, સૌનું ધ્યાન ત્યાં જ હતું, જુઓ

Alia-Ranbir reached Jamnagar : જામનગરમાં હાલ ધૂમ જોવા મળી રહી છે. કારણ કે દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને મૂળ ગુજરાતી એવા મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા પ્રિ વેડિંગ સેરેમની ઉજવાઈ રહી છે. જેમાં દેશ અને દુનિયાના દિગ્ગજો પણ સામેલ થઇ રહ્યા છે. ત્યારે બોલીવુડના સેલેબ્સ પણ હવે જામનગર પહોંચી રહ્યા છે અને એરપોર્ટ પરથી જે તેમનું ભવ્ય સ્વાગત થઇ રહ્યું છે.

આલિયા અને રણબીર જામનગરમાં :

સલમાન ખાન અને અર્જુન કપૂર બાદ હવે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપવા જામનગર પહોંચી ગયા છે. જેના કારણે મુંબઈ એરપોર્ટ પરથી કપલનો વીડિયો પણ વાયરલ થયો હતો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા આ કપલનું પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં 1લીથી 3જી માર્ચ દરમિયાન યોજાનાર છે, જેમાં બોલિવૂડ અને હોલીવુડની અનેક હસ્તીઓ હાજરી આપી રહી છે.

દીકરી રાહા પણ મળી જોવા :

આ ફંક્શનમાં ચાર ચાંદ લગાવવા માટે ઘણા સ્ટાર્સ પહોંચ્યા છે. હવે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની પુત્રી રાહા સાથે પહોંચ્યા છે, અને માતા નીતુ કપૂર પણ આ ઇવેન્ટની શોભા વધારવા માટે પહોંચ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં રાહા આલિયાના ખોળામાં જોવા મળી રહી છે અને મા-દીકરીની જોડી એકદમ ક્યૂટ લાગી રહી છે. જામનગર પહોંચતાની સાથે જ રણબીર કપૂરે પેપરાજી માટે પોઝ આપ્યો અને તેમને હાથ લહેરાવ્યો. રણબીર સાથે તેની માતા અને પીઢ અભિનેત્રી નીતુ કપૂર પણ જોવા મળી રહી છે.

એરપોર્ટ પરથી વીડિયો આવ્યા સામે :

એરપોર્ટ પરથી ઘણા વીડિયો પણ સામે આવ્યા છે જેમાં કપૂર પરિવાર કારમાંથી ઉતરીને એરપોર્ટની અંદર જતો જોવા મળે છે. આલિયાની સાથે તેની દીકરીનો ચહેરો પણ આ જ ભીડમાં જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે ત્રણ દિવસ સુધી ચાલનારા આ સેલિબ્રેશનમાં બોલિવૂડ અને હોલીવુડની જાણીતી હસ્તીઓએ ભાગ લેવાની છે. આ ફંકશનમાં બોલિવૂડથી લઈને સાઉથ સુધીના સ્ટાર્સ જામનગર પહોંચ્યા છે, સલમાન ખાન, અભિષેક બચ્ચન, જાહ્નવી કપૂર, અર્જુન કપૂર જેવા અનેક સ્ટાર્સની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

Niraj Patel