ફેન્સનું માસ્ક નીચે લબડતું હતું, જુઓ મહેશ ભટ્ટની લાડલીએ શું કર્યું
બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ આ દિવસોમાં તેની અપમિંગ ફિલ્મો “આરઆરઆર” અને “ગંગુબાઇ કાઠિયાાડી”ને લઇને ચર્ચામાં છે. હાલમાં જ અભિનેત્રીને બાંદ્રામાં એક રેકોર્ડિંગ સ્ટુડિયો બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન એક વ્યક્તિ આલિયા સાથે સેલ્ફી લેવા માટે તેની પાસે આવ્યો.
આલિયાની પાસે જેવો જ આ વ્યક્તિ સેલ્ફી લેવા આવ્યો કે આલિયા એ ટોકી દીધો અને ઇશારો કરતા કહ્યુ કે, માસ્ક નાકની ઉપર કરે. તે બાદ તે સેલ્ફી લેવા લાગ્યો તો આલિયાએ તેના મોબાઇલ પર ઇશારો કરતા કંઇક કહ્યુ. બાદમાં સેલ્ફી લીધા બાદ આલિયા તેની કારમાં બેસી અને નીકળી ગઇ.
સોશિયલ મીડિયા પર આલિયાનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો આના પર ખૂબ જ કમેન્ટ્સ કરી રહ્યા છે. કોઇ આલિયાના ધૈર્યની પ્રશંસા કરી રહ્યા છે તો કોઇ તેને સ્વીટ કહી રહ્યા છે.
એક યુઝરે આલિયાને ડાઉન ટુ અર્થ જણાવી હતી. ત્યાં જ એક અન્ય યુઝરે કમેન્ટ કરતા લખ્યુુ કે, આલિયા એટલી ક્યુટ છે કે બિચારાનો મોબાઇલ હેંગ થઇ ગયો.
તમને જણાવી દઇએ કે, આલિયા ભટ્ટે હાલમાં જ પ્રોડક્શન ફીલ્ડમાં પગ મૂક્યો છે. આલિયા તેના પ્રોડક્શન બેનર અંડર “ડાર્લિંગ” ફિલ્મ બનાવી રહી છે. જેમાં તેની સાથે શેફાલી શાહ અને વિજય વર્મા લીડ રોલમાં જોવા મળશે.
આલિયાના પ્રોડક્શન હાઉસમાં ઉતર્યા બાદ બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાને પણ તેની પાસે કામ માંગ્યુ હતુ. આલિયાએ થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર તેની અપકમિંગ ફિલ્મ “ડાર્લિંગ”નુ શુટિંગ શરૂ થયાની જાણકારી શેર કરી હતી. તસવીર સાથે અભિનેત્રીએ લખ્યુ હતુ કે, ડાર્લિંગનો પહેલો દિવસ. એક પ્રોડ્યુસર તરીકે મારી પહેલી ફિલ્મ, હું હંમેશા પહેલા એક એક્ટર રહીશ.
તેણે આગળ લખ્યુ કે, નવી ફિલ્મ શરૂ કર્યાના એક રાત પહેલા હું નર્વસ થઇ જઉં છું અને મારા શરીરમાં અજીબ એનર્જી આવી જાય છે. હું પૂરી રાત તેના વિશે વિચારુ છું. આલિયાની આ પોસ્ટ પર શાહરૂખ ખાને જવાબમાં તેનાથી કામ માંગ્યુ.
શાહરૂખ ખાને લખ્યુ કે, તારા આ પ્રોડક્શન બાદ પ્લીઝ મને અપકમિંગ હોમ પ્રોડક્શનમાં સાઇન કરી લેજે લિટલ વન, હું શૂટ પર ટાઇમ પર આવી જઇશ અને ખૂબ જ પ્રોફેશનલ પણ રહીશ, પ્રોમિસ.
View this post on Instagram