આલિયાના જન્મ દિવસે યોજાઈ ધમાકેદાર પાર્ટી, દીપિકા, અર્જુન, મલાઈકા સમેત બૉલીવુડના સીતારાઓનો લાગ્યો જમાવડો

નવા પ્રેમી પંખીડા અર્જુન અને મલાઈકા સમેત બૉલીવુડના સીતારાઓ ઉમટી પડ્યા, જુઓ તસવીરો

બોલીવુડની ચુલબુલી અભિનેત્રી આલિયા ભટ્ટના જન્મ દિવસની ઉજવણી મોડી રાત્રે કરવામાં આવી હતી. આલિયાના આ જન્મ દિવસની પાર્ટીમાં બોલીવુડના સિતારાઓનો જમાવડો લાગ્યો હતો.

આલિયા ભટ્ટે પોતાનો 28મોં જન્મ દિવસ મનાવ્યો, આ જન્મ દિવસ નિમિત્તે શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મલાઈકા અને અર્જુન કપૂર સમેત દીપિકા પાદુકોણ જેવા ખ્યાતનામ કલાકારો જોવા મળ્યા હતા.

આલિયાના જન્મ દિવસની પાર્ટીમાં તેનો બોયફ્રેન્ડ રણબીર કપૂર ના પહોંચી શક્યો કારણ કે રણબીર હાલમાં કોરોના પોઝિટિવ છે.

તો આલિયાના ઘરની બહાર અર્જુન કપૂર પોતે જ કાર ડ્રાઈવ કરીને મલાઈકા સાથે પાર્ટીમાં આવી પહોંચ્યો હતો.

શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન પણ આલિયાના જન્મ દિવસની પાર્ટીમાં જોવા મળ્યો હતો. ફોટોગ્રાફર જયારે આર્યનની તસ્વીર ક્લિક કરી રહ્યા હતા ત્યારે તેને ચહેરા ઉપર માસ્ક લગાવી રાખ્યું હતું.

તો અભિનેત્રી દીપિકા પાદુકોણ સફેદ કલરનો ડ્રેસ પહેરીને આ પાર્ટીમાં આવી પહોંચી હતી. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

તો આ પાર્ટીની અંદર અભિનેતા આદિત્ય રોય કપૂર પણ આવી પહોંચ્યો હતો. જેમાં તેનો ખાસ અંદાજ પણ જોવા મળ્યો હતો. તે બંનેએ સાથે “સડક-2” ફિલ્મમાં કામ કર્યું છે.

આલિયા ભટ્ટની આવનારી ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”ના ડાયરેક્ટર અયાન મુખર્જી પણ આ પાર્ટીમાં આવી પહોંચ્યો હતો. આલિયા અને અયાન ખુબ જ સારા મિત્રો પણ છે.

આલિયા ભટ્ટના જન્મ દિવસની પાર્ટી ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જોહરે પોતાના બાંદ્રા સ્થિત ઘરે રાખી હતી.

 

Niraj Patel