મહેશ ભટ્ટની લાડલીએ બીચ પર એવા એવા પોઝ આપ્યા કે જોતા જ દંગ રહી જશો
બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટ તેની ચુલબુલી અદાઓના કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આલિયાનું ખુબ જ મોટું ફેન ફોલોઇંગ પણ છે. આલિયાની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થતી હોય છે.
હાલ સમુદ્ર કિનારે આલિયાનો એવો જ શાનદાર અંદાજ જોવા મળ્યો છે. જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની ફિલ્મો, ક્યુટનેસ અને રણબીર કપૂર સાથેના રિલેશનને લીધે પણ ચર્ચાનો વિષય બનેલી રહે છે. રણબીર-આલિયાન જોડીને દર્શકો ખુબ પસંદ કરે છે. આ ક્યૂટ કપલની લગ્નની વાતો પણ આગળના ઘણા સમયથી ચાલી રહી છે.
આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની સમુદ્ર કિનારે મોજ કરતી તસવીરો શેર કરી છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. લગ્નની અફવાઓ એવી સામે આવી હતી કે તેઓ વર્ષ 2020 ના શરૂઆતમાં લગ્ન કરવાના હતા પણ કૉરોના મહામારીને લીધે લગ્ન સ્થગિત કરવામાં આવ્યા હતા અને હવે તેઓ વર્ષ 2021 માં લગ્ન કરશે. એવામાં હવે આલિયા ભટ્ટનું આ બાબતે મંતવ્ય સામે આવ્યું છે અને લગ્નની અટકળો પર વિરામ લગાવી દીધો છે.
View this post on Instagram
આ તસ્વીરોની અંદર આલિયાનો શાનદાર અંદાજના ચાહકો દીવાના બની ગયા છે. આલિયા આ તસ્વીરોમાં પોઝ આપતી જોઈ શકાય છે. આલિયાની આ તસવીરો ઉપર અત્યાર સુધીમાં 21 લાખ કરતા પણ વધારે લોકોએ લાઈક કરી દીધી છે. વાયરલ થઇ રહેલી તસવીરોમાં આલિયા સમુદ્ર કિનારે બેઠેલી જોવા મળી રહી છે. લહેરોની સામે આલિયાનો અંદાજ મન મોહી લે છે.
આલિયાએ આ તસવીરો શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે, ભૂરો સમુદ્ર અને તસવીરો. અને જેમાં આલિયા કિનારે બેસી અને છબછબીયા કરી રહી છે. ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલા સવાલ કે આખરે આલિયા લગ્ન ક્યારે કરશે તેના જવાબમાં આલિયાએ કહ્યું કે,”હું લગ્નની પ્લાનિંગ ચોક્કસ કરી રહું છું પણ આટલી જલ્દી લગ્ન નહીં કરું.દરેક કોઈ મને પૂછી રહ્યા છે કે હું લગ્ન ક્યારે કરીશ?હજુ તો હું ખુબ નાની છું અને મારી ઉંમર માત્ર 25 વર્ષની જ છે. માટે હું આટલી જલ્દી લગ્ન કેવી રીતે કરી શકું! જો કોઈને મને સવાલ કરવો જ છે
તો મારા કામ વિશે કરો, લગ્ન જ્યારે પણ થશે ત્યારે કહી દેવામાં આવશે”.આલિયાએ એવું પણ કહ્યું હતું કે વારંવાર લગ્નના સવાલોથી ખુબ પરેશાન થઇ ગઈ છે. થોડા દિવસ પહેલા જ આલિયાએ પોતાની બેસ્ટફ્રેન્ડ આકાંક્ષા રંજન કપૂર સાથે પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં પણ આ વેકેશનની કેટલીક તસવીરો શેર કરી હતી.