વાયરલ

આ ભાઈએ દારૂની હેરાફેરી કરવા માટે ગાડીમાં એવી રીતે સંતાડી હતી બોટલો કે ગણતરી કરતા કરતા પોલીસ પણ થાકી ગઈ

ગુજરાતમાં તો દારૂબંદી છે, છતાંય ઘણા લોકો દારૂની હેરફેર કરતા હોય છે, આવા ઘણા લોકોને પોલીસ પણ પકડતી હોય છે ત્યારે તેમનો દારૂ છુપાવવાનો જુગાડ જોઈને કોઈની પણ આંખો પહોળી થઇ જાય. આવા ઘણા જુગાડુ લોકો આપણા દેશની અંદર છે, ત્યારે હાલ એક વ્યક્તિનો આવી જ જુગાડ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

પોલીસે દારૂની હેરફેર કરતા એક વ્યક્તિને ઝડપેલો જોવા મળી રહ્યો છે. તે ટાટા કંપનીની કારની અંદર દારૂને સંતાડી હેરાફેરી કરી રહ્યો છે, પરંતુ પોલીસના હાથમાં તે લાગી જાય છે. અને જયારે પોલીસે તેની કારમાંથી છુપાવેલો દારૂ બહાર કઢાવે છે ત્યારે તે જોઈને કોઈની પણ આંખો પહોળી થઇ જાય એવો નજારો જોવા મળે છે.

ટાટા કારના ડેશબોર્ડની અંદર આ ભાઈએ દારૂની બોટલો છુપાવી હોય છે અને પોલીસના કહેવા ઉપર તે એક પછી એક દારૂની બોટલો બહાર કાઢે છે, આ બોટલોની ગણતરી કરવામાં પોલીસ પણ થાકી જાય છે. લગભગ 100 જેટલી દારૂની બોટલો એ કારના ડેશબોર્ડની અંદરથી તે વ્યક્તિ બહાર કાઢે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, લોકો પણ આ વીડિયો જોઈને ખુબ જ હેરાન રહી ગયા છે. આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેના વિશેની હજુ કોઈ સ્પષ્ટતા નથી થઇ, પરંતુ વાયરલ વીડિયોને જોઈને ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે.