અજય દેવગનની ફિલ્મ “દ્રશ્યમ 2″નો BTS વીડિયો આવ્યો સામે, અક્ષય ખન્નાની આ વાત સાંભળી તમે પણ નહિ રોકી શકો તમારી હસી- જુઓ વીડિયો

200 કરોડ ફટાફટ કમાવનારી ફિલ્મ આવી રીતે શૂટ થયું હતું, તસવીરો અને વીડિયો જોઈને મજા પડી જશે

બોલિવુડ ફિલ્મ “દ્રશ્યમ 2″ આ દિવસોમાં સફળતાના શિખરો પર ઝડપથી આગળ વધી રહી છે.”દ્રશ્યમ 2” વર્ષ 2015ની હિટ ફિલ્મ “દ્રશ્યમ”ની સીક્વલ છે, જેમાં અજય દેવગન અને કબ્બુ લીડ રોલમાં હતા. બંને ફિલ્મો એક જ નામની મલયાલમ મૂળની ફિલ્મ પર આધારિત છે.

રીલિઝના પહેલા સપ્તાહમાં જ ડાયરેક્ટર અભિષેક પાઠકની “દ્રશ્યમ 2” 100 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કરી મોટી કામયાબી હાંસિલ કરી ચૂકી છે. “દ્રશ્યમ 2″એ પહેલા જ બોક્સ ઓફિસ પર પોતાને સાબિત કરી દીધી છે.

આ વચ્ચે “દ્રશ્યમ 2″નો એક BTS વીડિયો સામે આવ્યો છે, જેમાં સુપરસ્ટાર અજય દેવગનથી લઇને અક્ષય ખન્ના સુધી અને ફિલ્મની તમામ સ્ટાર કાસ્ટ મોજ મસ્તી કરતી જોવા મળી રહી છે. ફિલ્મ “દ્રશ્યમ 2″માં આઇપીએસ ઓફિસર તરુણનું પાત્ર નિભાવનાર અભિનેતા અક્ષય ખન્નાની એક્ટિંગને દર્શકોએ ઘણી પસંદ કરી છે.

જે રીતે અક્ષય ખન્નાએ આ ફિલ્મમાં પોતાના રોલને પ્લે કર્યો છે, તેની લગભગ બધા જ પ્રશંશા કરી રહ્યા છે. ત્યાં પડદા પાછળ શુટિંગ સમયે અક્ષય ખન્ના “દ્રશ્યમ 2″ના સેટ પર ઘણા મજેદાર અંદાજમાં જોવા મળ્યા. “દ્રશ્યમ 2″ના મેકર્સ તરફથી ફિલ્મનો બિહાઇન્ડ ધ સીન વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઇ શકો છો કે અક્ષય ખન્ના “દ્રશ્યમ 2″ના ડાયરેક્ટર અભિષેક પાઠકને કહી રહ્યા છે કે ભાઇ સીન દે સીન, સીન ભૂલ ગયા હું મેં….

જો કે, અક્ષયનો આ અંદાજ જોઇ બધા જ સેટ પર હસવા લાગે છે. પોતે અક્ષય ખન્ના પણ તેમની હસી નથી રોકી શકતા. બીજી તરફ અભિનેત્રી શ્રેયા સરને પણ “દ્રશ્યમ 2″ની શુટિંગ દરમિયાન ઘણી મસ્તી કરી હતી.

“દ્રશ્યમ 2″ના આ BTS વીડિયોમાં તમે અજય દેવગન અને સૌરભ શુક્લાની ઝલક પણ જોઇ શકો છો. આ ફિલ્મની સફળતા એટલા માટે પણ ખાસ છે, કારણ કે વર્ષ 2022 હિંદી ફિલ્મો માટે બહુ સારુ નથી રહ્યુ. “દ્રશ્યમ 2″ની સફળતા અજય દેવગન માટે ઘણી જરૂરી છે, કારણ કે તેની પાછળની ફિલ્મ રન વે 34 પરફોર્મ કરી શકી નહોતી. “દ્રશ્યમ 2″માં ઇશિતા દત્તા, મૃણાલ જાધવ, સૌરભ શુક્લા અને રજત કપૂર પણ છે.

બોલીવુડના સુપરસ્ટાર અભિનેતા અજય દેવગન અને તબ્બૂ સ્ટારર ‘દ્રશ્યમ 2’ આજકાલ ખુબ ચર્ચિત છે, અને બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. લોકો આ ફિલ્મને જોવા માટે ભારે સંખ્યામાં થિયેટરો સુધી પહોંચી રહ્યાં છે. બીજા વિકમાંઆ ફિલ્મને બીજા શનિવારે પણ ધમાકેદાર કમાણી કરી છે.

જેના કારણે 9માં દિવસે બૉક્સ ઓફિસ પર ફિલ્મની બમ્પર કમાણી થઇ છે. કોઇ મોઇના રિપોર્ટ અનુસાર, ‘દ્રશ્યમ 2’એ બીજા શનિવારે એટલે કે 9માં દિવસે આશરે 13.50-14 કરોડ રૂપિયાનુ કલેક્શન કરી લીધુ છે. જે ખરેખરમાં, શાનદાર છે. ‘દ્રશ્યમ 2’નુ આ કલેક્શન ફર્સ્ટ વીકેન્ડ બાદ સૌથી વધુ છે.

તમને જણાવી દઈએ કે આ સુપરહિટ ફિલ્મમાં એક્ટર અજય દેવગન, તબ્બુ, શ્રિયા સરન ઉપરાંત અક્ષય ખન્ના, ઈશિતા દત્તા, મૃણાલ જાધવ, રજત કપૂર જેવા સેલિબ્રિટીએ મેઈન રોલ કરેલો છે. આ ફિલ્મનું ડાયરેક્શન અભિષેક પાઠકે કર્યું છે. તેનું નિર્માણ ભૂષણ કુમારે કર્યું છે. આ ફિલ્મ 2013માં આવેલી સાઉથ ફિલ્મ દ્રષ્ટિમની રિમેક છે.

Shah Jina