અક્ષય કુમાર-ટાઇગર શ્રોફે ‘બડે મિયાં છોટે મિયાં’ના સેટ પર આવી રીતે મનાવ્યો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો જશ્ન, લગાવ્યા જય શ્રી રામના નારા
અયોધ્યામાં 22 જાન્યુઆરી સોમવારના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ. આ સમારોહ માટે ઘણા બોલિવુડ સ્ટાર્સને આમંત્રણ મોકલવામાં આવ્યુ હતુ. જેમાં રણબીર કપૂર-આલિયા ભટ્ટ, વિકી કૌશલ-કેટરીના કૈફ, આયુષ્માન ખુરાના, ડાયરેક્ટર રોહિત શેટ્ટી, કંગના રનૌત, માધુરી દીક્ષિત, અમિતાભ-અભિષેક બચ્ચન સહિત અનેક સામેલ છે.
જોર્ડનમાં અક્ષય-ટાઇગરે લગાવ્યા જય શ્રી રામના નારા
જો કે, આ સમારોહમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ સહિત કેટલાક સેલેબ્સ સામેલ થઇ શક્યા નહોતા. રામ મંદિરના નિર્માણમાં ગુપ્ત દાન આપનાર અક્ષય આ પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થઇ શક્યો નહોતો કારણ કે તે ટાઇગર શ્રોફ સાથે જોર્ડનમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નું શુટિંગ કરી રહ્યો હતો. જો કે, બંનેએ સેટ પર ક્રૂ મેમ્બર્સ સાથે જય શ્રી રામના નારા લગાવી જશ્ન મનાવ્યો.
ચાહકોને પાવન દિવસે પાઠવી શુભકામના
અક્ષય અને ટાઇગર બંને જય શ્રી રામનું નામ લઇ અને હાથ જોડી કૂદતા જોવા મળ્યા. આ સાથે અક્ષયે ઇન્સ્ટા પર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પર શુભકામના આપતો એક વીડિયો પણ શેર કર્યો. જેમાં તે ચાહકો આગળ હાથ જોડી પોતાનો અને ટાઇગરનો પરિચય આપે છે. આ પછી અક્ષય કહે છે કે અમારા બંને તરફથી તમને બધાને જય શ્રી રામ. આજનો દિવસ પૂરી દુનિયામાં વસેલા રામ ભક્તો માટે ઘણો મોટો છે.
ઘણા વર્ષોની પ્રતિક્ષા બાદ આ દિવસ આવ્યો છે કે રામલલા પોતાના ઘર અયોધ્યામાં પોતાના ભવ્ય મંદિરમાં આવી રહ્યા છે. આની આગળ ટાઇગર કહે છે કે આપણે બધાએ બાળપણથી આ વિશે સાંભળ્યુ છે પણ આ દિવસને જોવો, આ દિવસને જીવવો ઘણી મોટી વાત છે અને અમે રાહ જોઇ રહ્યા છીએ કે આ દિવસે જ્યારે અમે દીપ પ્રગટાવીએ શ્રી રામનો ઉત્સવ મનાવીશું. ત્યાં અક્ષયે કહ્યુ કે અમારા બંને તરફથી આ પાવન દિવસની તમને બધાને ખૂબ ખૂબ શુભકામના.
View this post on Instagram