ખબર મનોરંજન

આબુ ધાબીમાં નિર્માણ પામી રહેલા સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેવા પહોંચ્યો અક્ષય કુમાર, કહ્યું, “પ્રેમ પહાડોને પણ હલાવી શકે છે…” જુઓ તસવીરો

દુબઈમાં બની રહેલા હિન્દુ મંદિરને જોવા માટે પહોંચ્યો અક્ષય કુમાર, અભિનેતાએ રાખી ઈંટ, જુઓ ફોટાઓ

Akshay Kumar Visit Baps Hindu Mandir In Abu Dhabi : બોલીવુડના કલાકારો હંમેશા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે બોલીવુડના દિગ્ગજ અને સૌથી ખ્યાતનામ કલાકારોમાંથી એક એવા અક્ષય કુમાર (akshay kumar) નું ફેન ફોલોઇંગ પણ ખુબ જ વિશાળ છે. અક્ષય કુમારના ચાહકો ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં ફેલાયેલા છે. ત્યારે હાલમાં જ અક્ષય કુમાર આબુ ધાબી (abu dhabi) ની મુલાકાતે હતો અને ત્યાં તેણે BAPSના નિમાર્ણ પામી રહેલા ભવ્ય સ્વામિનારાયણ મંદિર (swaminarayan temple) ની પણ મુલાકાત લીધી હતી.

સંયુક્ત આરબ અમીરાતના પહેલા પરંપરાગત પથ્થરના મંદિરની અદભૂત ડિઝાઇન અને શિલ્પોથી અભિનેતા અક્ષય કુમાર આશ્ચર્યચકિત થઈ ગયો હતો. અક્ષય કુમાર, ફિલ્મ નિર્માતા વાસુ ભગનાની અને બિઝનેસમેન જીતેન દોશી સાથે અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લેવા પહોંચ્યા હતા. ત્યાંથી અભિનેતાની કેટલીક તસવીરો સામે આવી છે.

મંદિર પહોંચ્યા બાદ અક્ષયનું મંદિરના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે સ્વાગત કર્યું હતું. ત્યારબાદ અભિનેતા અને અન્ય લોકોને એક પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું. જેનું નામ છે ‘સંવાદિતાની નદીઓ’. પ્રદર્શન નિહાળ્યા પછી, અક્ષય અને તેની ટીમ પ્રાર્થના સમારંભ માટે પહોંચી, જે દરમિયાન તેઓએ મંદિરના નિર્માણમાં પણ સહકાર આપ્યો.

અભિનેતાએ મંદિરના નિર્માણમાં ઈંટ પણ મૂકી હતી. આ પછી, જ્યારે અભિનેતાએ દેવતાઓના સાત શિખરોમાંથી એકની નીચે કોતરણી જોઈ, ત્યારે તે કારીગરી જોઈને ચોંકી ગયો. આ બધા પછી, અભિનેતા અને સ્વામી બ્રહ્મવિહારીદાસે સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનનો આભાર વ્યક્ત કર્યો.

આ પ્રસંગે અક્ષય કુમારે કહ્યું કે “તમે ઈતિહાસ રચી રહ્યા છો… તમે જે સર્જી રહ્યા છો તે માત્ર આપણા સમુદાય માટે જ નહીં પરંતુ માનવજાતની સેવા છે. એક નવી દુનિયાનું સર્જન કરવું જ્યાં શાંતિ, પ્રેમ અને એક વ્યક્તિથી બીજાને ટેકો હોય, ખરેખર આનાથી વધુ શક્તિશાળી બીજું કંઈ નથી…  પ્રેમ પહાડોને પણ હલાવી શકે છે. એ તમારા પ્રયત્નોનું સાચું પ્રમાણપત્ર છે… ખરેખર અદ્ભુત! આ સપનું છે.”