અક્ષય કુમારની સાળી છે બલાની ખૂબસુરત, બોલિવુડમાં ફેલ થઇ તો ઉઠાવી લીધુ આ પગલુ

17 વર્ષ પહેલા લગ્ન કરી થઇ ગઇ હતી ગાયબ, જાણો હવે કયાં છે અક્ષય કુમારની સાળી અને સાઢુ

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના ઘણીવાર ચર્ચામાં રહે છે. જોકે અક્ષય કુમારની સાળી અને ટ્વિંકલની બહેન રિંકી ખન્ના છેલ્લા ઘણા વર્ષોથી લાઈમલાઈટથી દૂર છે. 27 જુલાઈ 1977ના રોજ મુંબઈમાં જન્મેલી રિંકી ખન્નાએ પણ બહેન ટ્વિંકલની જેમ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી પરંતુ તે સફળ થઈ શકી નહોતી. રિંકીએ ચાર વર્ષની ટૂંકી કારકિર્દીમાં લગભગ 9 ફિલ્મોમાં કામ કર્યું. અક્ષય કુમારની સાળી રિંકી ખન્ના ખૂબ જ સુંદર છે. બંને વચ્ચે ખૂબ જ ઊંડો સંબંધ છે. દરેક સારા અને ખરાબ સમયમાં અક્ષય રિંકીને સપોર્ટ કરે છે.

રિંકી ખન્ના બોલિવુડના સુપરસ્ટાર રાજેશ ખન્નાની બીજી દીકરી છે. રિંકી ખન્નાએ બોલિવૂડ ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કામ કર્યું છે, જોકે તેની ફિલ્મી કરિયર બહુ ખાસ ન હતી. આ કારણે તેણે બોલિવૂડને અલવિદા કહી દીધું હતું.રિંકી ખન્નાએ જ્યારે ફિલ્મોમાં એન્ટ્રી કરી ત્યારે તે માત્ર 17 વર્ષની હતી. તેનુ કરિયર 4 વર્ષમાં ખતમ થઈ ગયુ. ફિલ્મી કરિયર ન ચાલ્યુ તો રિંકીએ લગ્ન કરીને સેટલ થવાનું નક્કી કર્યું. રિંકી ખન્નાએ વર્ષ 2003માં બિઝનેસમેન સમીર સરન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી રિંકી લંડન શિફ્ટ થઈ ગઈ. તે પછી તેણે બોલિવૂડથી પોતાને સંપૂર્ણપણે દૂર કરી લીધી.

ઑક્ટોબર 2004 માં, રિંકીએ એક પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ અનામિકા રાખવામાં આવ્યુ. આ પછી, 2013માં તેને એક પુત્ર પણ થયો. રિંકી તેના અંગત જીવનને લઈને ક્યારેય હેડલાઈન્સમાં રહેતી નથી. આટલું જ નહીં, રિંકી સોશિયલ મીડિયા દ્વારા પણ તેના ફેન્સ સાથે જોડાયેલી નથી. રિંકે ખન્નાએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત 1999માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’થી કરી હતી. ત્યાર બાદ રિંકી ‘જીસ દેશ’માં ગોવિંદા સાથે જોડી બનાવી હતી. તેને ફિલ્મી દુનિયામાં સફળતા ન મળી. જો કે રિંકીની સુંદરતાની ઘણી ચર્ચાઓ રહી છે.તેણે પોતાના ફિલ્મી કરિયરમાં 9 ફિલ્મો કરી હતી.

રિંકી ખન્ના જ્યારે સ્કૂલમાં હતી ત્યારે તેણે વિચાર્યું હતું કે તે ફેશન ડિઝાઈનર બનશે. તે દરમિયાન તેણે ફેશન ડિઝાઇનિંગનું કામ પણ કર્યું. એક ઈન્ટરવ્યુમાં રિંકીએ કહ્યું હતું કે, ‘જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે હું ફેશન ડિઝાઈનિંગ કરવા માંગતી હતી. મેં મારા કેટલાક નજીકના મિત્રો સાથે થોડા સમય માટે ફેશન ડિઝાઇનિંગનું કામ પણ કર્યું પરંતુ તે માત્ર એક મહિના સુધી ચાલ્યું.

રિંકી ખન્નાએ અમેરિકાથી માસ મીડિયાનો અભ્યાસ કર્યો છે. ત્યાં રહીને તેણે થોડો સમય કામ પણ કર્યું. રિંકી અભ્યાસ બાદ મીડિયામાં કેમેરાની પાછળ કામ કરવા માંગતી હતી, પરંતુ જ્યારે તે ભારત પરત આવી ત્યારે તેનું મન ફિલ્મો તરફ આકર્ષાઈ ગયું. ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્નાની દીકરી રિંકી ખન્નાનું સાચું નામ રિંકી નહીં પણ રિંકલ ખન્ના હતું, પરંતુ તેણે પોતાનું નામ બદલી નાખ્યું.

તમને જણાવી દઈએ કે રિંકીએ હિન્દીની સાથે સાથે ઘણી તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું, આ ઉપરાંત તેણે હિન્દી અને અંગ્રેજી ભાષાના ઘણા નાટકોમાં પણ કામ કર્યું હતું.ટ્વીંકલ ખન્ના તેની નાની બહેન રિંકી ખન્ના કરતાં સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ છે. રિકી સોશિયલ મીડિયાથી દૂર છે. રિંકી તેના પારિવારિક જીવનમાં વ્યસ્ત છે. આજના સમયમાં ભલે તે પડદાથી દૂર છે પરંતુ તેનું ગીત ‘મુસમુસ સુહાસી’ આજે પણ લોકોને યાદ છે. આ ગીત તેની ફિલ્મ પ્યાર મેં કભી કભીનું છે. આ ફિલ્મમાં ડિનો મોરિયાએ પણ કામ કર્યું હતું.

Shah Jina