ટીમ ઈન્ડિયા બાદ આ ધાકડ ખેલાડીનું IPL કેરિયર પણ ખતમ! પ્લેઈંગ ઈલેવનમાંથી થઈ ગયો બહાર

IPL 2022: ભારતમાં હાલમાં ક્રિકેટનો મહાકુંભ ચાલી રહ્યો છે. એટલે કે, આઈપીએલ(IPL)ની 15મી સિઝન ચાલી રહી છે. આ ફોર્મેટમાં સમગ્ર વિશ્વના અનેક ધાકડ ખેલાડીઓ પોતાના કાંડાનું કૌવત બતાવી રહ્યા છે. આમ જોવા જઈએ તો આઈપીએલના કારણે ઘણા યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો મોકો મળ્યો છે. આઈપીએલએ ઘણા ખેલાડીઓની જિંદગી બદલી નાખી છે. તો બીજી તરફ વર્તમાનમાં ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી એવો પણ છે જેની આઈપીએલ કારકિર્દી હવે ખતમ થવાના આરે છે.

અમે જે ખેલાડી વિશે વાત કરી રહ્યા છીએ તે છે ભારતીય ટીમનો દિગ્ગજ ખેલાડી અજિંક્ય રહાણે. રહાણે પહેલાથી જ ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો છે. હવે તેનું ફોર્મ જોતા લાગે છે કે તેની આઈપીએલ કારકિર્દી પણ પૂરી થઈ ગઈ છે. આ સિઝનમાં કોલકાતા તરફથી રમતા રહાણેને ટીમમાં જગ્યા નથી મળી રહી. રહાણેને શરૂઆતની મેચોમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો.

રહાણે કેકેઆર તરફથી આ સિઝનમાં ફક્ત પાંચ મેચ રમ્યો છે ત્યાર બાદ તેને ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યો. રહાણેએ આ પાંચ મેચમાં ફક્ત 80 રન બનાવ્યા છે. તેના ખરાબ ફોર્મના કારણે કેકેઆરની ટીમને ભારે નુકશાની સહન કરવી પડી છે. ત્યાર બાદ રહાણેની જગ્યાએ એરોન ફિંચની પસંદગી કરવામાં આવી અને હવે સુનીલ નારાયણ અને સેમ બિલિંગ્સને ટીમમાં જગ્યા આપવામાં આવી. હવે એવું લાગી રહ્યું છે કે રહાણેને બાકીની મેચો રમવાનો મોકો નહીં મળે.

તમને જણાવી દઈએ કે અજિક્ય રહાણેને ટીમ ઈન્ડિયામાં પણ સામેલ કરવામાં નથી આવી રહ્યો. સિલિક્ટરોએ તેને શ્રીલંકા સામેની સિરીઝમાં સામેલ કર્યો નહોતો. તેની પાસેથી ટેસ્ટ ટીમનું ઉપ કપ્તાન પદ પણ લઈ લેવામાં આવ્યું છે. એવું લાગતું હતું કે રહાણે આઈપીએલ 2022માં સારુ પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે પરંતુ તે સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો. તેથી હવે તેની ટીમ ઈન્ડિયામાં વાપસી મુશ્કેલ લાગી રહી છે. આ ખેલાડીનું કેરિયર હવે ખતમ થવાના આરે છે.

રહાણેએ આઈપીએલમાં કુલ 153 મેચ રમી છે. આ મેચોમાં તેમણે 31.53ની સરેરાશ અને 121ની સ્ટ્રાઈક રેટથી 3941 રન બનાવ્યા છે. પહેલા તેને લિમિટેડ ઓવરનો સારો બેટ્સમેન માનવામાં આવતો હતો, પરંતુ તે સમયની સાથે માત્ર ટેસ્ટ સ્પેશ્યલિસ્ટ બનીને રહી ગયો. હવે ટેસ્ટ ટીમમાંથી પણ બહાર થતા તેમની કારકિર્દી પર સવાલો ઉઠી રહ્યા છે.

YC