સ્વીટી પટેલે કર્યા હતા ત્રણ-ત્રણ લગ્ન, બે સંતાનો બાદ પણ થયો હતો પ્રેમ તો પતિને છૂટાછેડા આપી રહેવા લાગી હતી લિવઇનમાં…

સ્વીટીએ પોતાનાથી 5 વર્ષ નાના PI સાથે બાંધ્યા સંબંધ, પછી બીજાં લગ્ન કરી અમેરિકા ગઈ, પાછી આવીને ફરીથી PI સાથે બાંધ્યા સંબંધ અને પછી…

વડોદરાના સૌથી ચકચારી કેસ PI અજય દેસાઇની પત્ની સ્વીટી પટેલ મામલે સૌથી મહત્વનો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્વીટી પટેલના પતિએ એટલે કે વડોદરાના SOG PI અજય દેસાઇએ સ્વીટી પટેલની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી છે. આ સૌથી ચકચારી કેસને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે થોડા જ સમયમાં ઉકેલી નાખ્યો છે.

આ કેસમાં આરોપી અજય દેસાઇએ જે કાર સ્વીટીની લાશને લઇ જવામાં વાપરી હતી તે કાર તેણે સ્વીટીના જન્મદિવસ પર જ ખરીદી હતી. આ કાર પીઆઇએ બીજાના નામે લીધી હતી અને તે પોતે આ કાર વાપરતો હતો. અજય દેસાઇ અને સ્વીટી પટેલ ના સંબંધો મામલે પણ ઘણા ખુલાસા થયા છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, અજય દેસાઇન અને સ્વીટી પટેલ છેલ્લા 8 વર્ષથી સંબંધમાં હતા અને તેઓ પરિણિત હોવા છત્તા લિવઇનમાં રહેતા હતા આવો ધડાકો અજય દેસાઇએ કર્યો છે અને તે બાદ વડોદરા પાસે કરજણની પ્રયોશા સોસાયટીમાં તેઓ રહેતા હતા. પોલિસને મળેલ માહિતી અનુસારવર્ષ 2015માં અજય દેસાઇ અમદાવાદ ગ્રામ્ય પોલિસમાં ફરજ બજાવતો હતો અને ત્યારે જ એક કાર્યક્રમમાં સ્વીટી પટેલ સાથે મુલાકાત થઇ હતી.

કિરીટસિંહ જાડેજા

અજય દેસાઇ એ સમયે પરિણિત ન હતા પરંતુ સ્વીટી પટેલ પરિણિત હોવા છત્તાં બંને વચ્ચે સંબંધ બંધાયા અને તમને જણાવી દઇએ કે, અજય દેસાઇન કરતા સ્વીટી પટેલ 5 વર્ષ મોટી છે. સ્વીટી પટેલ મૂળ આણંદની છે અને તેને પહેલા બે સંતાનો છે તે બાદ તેને પ્રેમ થતા પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને આ દરમિયાન તેના બીજા લગ્ન અમેરિકામાં થયા હતા અને એ લગ્ન પણ ન ચાલ્યા અને અજય દેસાઇ સાથે ફરી વર્ષ 2015માં સંબંધ બંધાયા. તે બાદ અજય અને સ્વીટીએ ફૂલહાર પહેરાવી સાથે રહેવા લાગ્યા અને વર્ષ 2017માં અજયે બીજા લગ્ન કર્યા હતા અને તેની પત્ની પણ વડોદરા રહેવા આવી હતી.

તમને જણાવી દઇએ કે, સ્વીટી પટેલે ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યાના કઝિન ભાઇ હિતેશ સાથે વર્ષ 2001માં લવ મેરેજ કર્યા હતા. આ લગ્નથી તેને બે સંતાનો છે, એક 17 વર્ષ અને એક 12 વર્ષનો દીકરો હિતેશ સાથે જ રહે છે.આ કેસમાં ક્રાઇમ બ્રાંચે રવિવારે સાંજે અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી હતી અને તેઓના હવે રિમાન્ડ મેળવવા કરજણની કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવશે.

Shah Jina