એશ્વર્યા રાય બચ્ચનની વધી મુશ્કેલી, EDએ પૂછપરછ માટે મોકલ્યુ સમન…..આ કેસ મામલે આવ્યુ નામ

બહુચર્ચિત પનામા પેપર્સ લીકમામલે બચ્ચન પરિવારની વહુ અને અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનન આજે દિલ્લીના લોકનાયક ભવનમાં ED સામે હાજર થશે. EDએ તેને સમન મોકલી અને પૂછપરછ માટે બોલાવી હતી. પનામા પેપર્સ લીક મામલાની ઘણા લાંબા સમયથી તપાસ ચાલી રહી છે. આ મામલામાં અભિષક બચ્ચનથી પણ પૂછપરછ થઇ ચૂકી છે. EDના અધિકારીઓએ એશ્વર્યાના સવાલોની લિસ્ટ તૈયાર કરી લીધી છે.જો કે ઐશ્વર્યા રાયે અગાઉ પણ આ દસ્તાવેજોને સંપૂર્ણ જુઠ્ઠાણા ગણાવી ચૂકી છે. આ દસ્તાવેજોમાં ફિલ્મ સ્ટાર્સ અને ઉદ્યોગપતિઓ સહિત 500 ભારતીયોના નામ સામેલ છે.

2016માં, બ્રિટેનમાં પનામા લો ફર્મના 11.5 કરોડ ટેક્સ દસ્તાવેજો લીક થયા હતા. જેમાં દુનિયાભરના મોટા નેતાઓ, ઉદ્યોગપતિઓ અને મોટી હસ્તીઓના નામ સામે આવ્યા હતા. આ મામલામાં ભારતની વાત કરીએ તો આ યાદીમાં દેશના લગભગ 500 લોકોના નામ હોવાનું સામે આવ્યું છે. આમાં બચ્ચન પરિવારનું નામ પણ સામેલ હતું. એક રિપોર્ટ અનુસાર પનામા પેપર્સની યાદીમાં જે લોકોના નામ છે તેમના પર ટેક્સ ચોરીનો આરોપ છે. જેના માટે ટેક્સ અધિકારીઓ તપાસમાં લાગેલા છે. આ મામલામાં સૌથી પહેલા ઐશ્વર્યા રાયને એક કંપનીની ડાયરેક્ટર બનાવવામાં આવી હતી. બાદમાં તેમને કંપનીના શેરહોલ્ડર જાહેર કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ મામલાના ખુલાસા બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. પ્રભાવશાળી લોકોના નામ બહાર આવ્યા બાદ લોકો તમામ પ્રકારની ક્યાસબાજી કરી રહ્યા હતા. પનામા પેપર્સ લીક ​​કેસમાં એક કંપનીના કાનૂની દસ્તાવેજો લીક થયા હતા. આ ડેટા જર્મન અખબાર Süddeutsche Zeitung (SZ) દ્વારા 3 એપ્રિલ 2016ના રોજ પનામા પેપર્સ નામથી બહાર પાડવામાં આવ્યા હતા. તેમાં ભારત સહિત 200 દેશોના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટીઓના નામ સામેલ હતા, જેમના પર મની લોન્ડરિંગનો આરોપ હતો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર આ યાદીમાં ઐશ્વર્યા ઉપરાંત અમિતાભ બચ્ચન, અજય દેવગનનું નામ પણ સામેલ હતું.

મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારે કેન્દ્ર સરકારે આ મામલે મલ્ટી એજન્સી ગ્રુપ (MAG)ની રચના કરી હતી. તેમાં CBDT, RBI, ED અને FIUનો સમાવેશ થાય છે. MAG તમામ નામોની તપાસ કરી રહી હતી અને કાળા નાણાં અને કેન્દ્ર સરકારની તપાસ માટે રચાયેલી SITને રિપોર્ટ આપી રહી હતી. મીડિયા અનુસાર EDનાં સૂત્રોનું માનીએ તો ટૂંક સમયમાં અમિતાભ બચ્ચનને પણ તેડું આવવાનું છે.

Shah Jina