એશ્વર્યા રાય કરતા પણ વધારે બ્યુટીફૂલ છે તેની માતા વૃંદા રાય, બંને લાગે છે હમશકલ! જુઓ તસવીરો

ઐશ્વર્યાની મમ્મી વૃંદાને જોશો તો ઐશ્વર્યાને ભૂલી જ જશો, જુઓ બંનેની ખુબસુરત તસવીરો

આખી દુનિયા બોલીવુડ જગતની સૌથી સુંદર અને મનપસંદ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન માટે પાગલ છે. વર્ષ 1994ની મિસ વર્લ્ડ સ્પર્ધામાં વિજેતા બનેલી એશ્વર્યા તેના હુસ્ન અને તેની અદાકારી લોકોનું દિલ જીતવાનું જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે એશ્વર્યાની સુંદરતાનું રહસ્ય બીજું કોઈ નહીં પણ તેની માતા છે.

એશ્વર્યાના પ્રોફેશનલ અને મેરિડ લાઇફ વિશે ઘણી વખત ચર્ચા થતી હોય છે પરંતુ તેના અંગત જીવન વિશે હજુ પણ ઘણી એવી વાતો છે જે લાઈમલાઈટથી દૂર છે. આજે અમે તમને એશ્વર્યાની માતાનો પરિચય કરાવીશું જે એશ્વર્યા કરતાં પણ વધુ સુંદર છે. એશ્વર્યાની માતાનું નામ વૃંદા રાય છે જે ગૃહિણી છે.

અભિનેત્રી તેની માતાની ખૂબ નજીક છે. થોડા દિવસો પહેલા એશ્વર્યાની એક જૂની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી જેમાં તે તેની માતા પાસે બેઠેલી જોવા મળી હતી. આ તસવીર જોઈને એવું લાગતું હતું કે એશ્વર્યાની માતા તેની હમશકલ જેવી છે. અભિનેત્રી બરાબર તેની માતા જેવી જ દેખાતી હતી.

એશ્વર્યાની માતા વ્યવસાયે લેખિકા છે. તેમણે ફિલ્મ ‘દિલ કા રિશ્તા’ની સ્ક્રિપ્ટ પણ લખી હતી. એશ્વર્યા ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની માતા અને પિતાની તસવીરો શેર કરતી રહે છે. આ પહેલા પણ એશ્વર્યાની એક તસવીર વાયરલ થઈ હતી જેમાં તે પોતાની માતા સાથે ખાવાનું ખાતી જોવા મળી હતી. આ તસવીર 1994ની છે જ્યારે એશ્વર્યાને ‘મિસ વર્લ્ડ’નો તાજ મળ્યો હતો.

વિશ્વની સૌથી સુંદર મહિલાનો ખિતાબ જીત્યા પછી એશ્વર્યા તેની માતા વૃંદા રાય સાથે જમીન પર બેસીને જમવાનું જમ્યું હતું. આ દરમિયાન એશ્વર્યાએ પોતાના માથા પર મિસ વર્લ્ડનો તાજ પણ પહેર્યો હતો. 1994માં જ્યારે એશ્વર્યાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો ત્યારે ઇવેન્ટના હોસ્ટ દ્વારા તેની પાસે ડેટ માટે પૂછવામાં આવ્યું હતું. તેણે આ ઓફર નકારી દીધી હતી. પરંતુ રસપ્રદ વાત એ છે કે ‘ગુરુ’ના શૂટિંગ દરમ્યાન તેણે અભિષેક બચ્ચનને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

ઐશ્વર્યા રાયે તેમના માતાપિતા કૃષ્ણરાજ રાય અને માતા વૃંદા બંનેની 51 મી લગ્નની વર્ષગાંઠ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીર તેમની યુવાનીના દિવસોની છે. આ તસવીર સાથે તેમણે લખ્યું કે તમારા માટે કાયમ પ્રેમ. તમને બંનેને 50 મી વર્ષગાંઠની શુભકામનાઓ.

Patel Meet