એશ્વર્યા રાય સ્વર્ગની પરી જેવી દેખાય છે- જુઓ PHOTOS
એશ્વર્યા રાય બચ્ચન બી-ટાઉનની સૌથી પોપ્યુલર અભિનેત્રીમાંની એક છે. ભલે તે ફિલ્મોમાં ઓછી સક્રિય છે પરંતુ તેની ફેન ફોલોઇંગ આજે પણ જબરદસ્ત છે. વર્ષ 2018માં સોશિયલ મીડિયા પર શરૂઆત કર્યા બાદથી અત્યાર સુધી તેના ફોલોઅર્સની સંખ્યા વધતી જઇ રહી છે. આજની વાત કરીએ તો તેના 9.5 મિલિયન ફોલોઅર્સ છે.
બોલિવુડની ખૂબસુરત અભિનેત્રીમાંની એક અને બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા બચ્ચન બોલિવુડની એ અભિનેત્રીઓમાંની એક છે જે ખૂબસુરતી જ નહિ પરંતુ અભિનયના દમ પર પણ બોલિવુડમાં એક ખાસ ઓળખ બનાવી છે. લગભગ 2 વર્ષ બાદ “પોન્નિયિન સેલ્વન”થી એશ્વર્યા મોટા પડદા પર વાપસી કરવા જઇ રહી છે. પરંતુ આ સમયે આપણે વાત કરી રહ્યા છે તેમની ખૂબસુરતીની.
એશ્વર્યા રાય બચ્ચન હંમેશા જ ખૂબસુરતી અને યુનીક સ્ટાઇલ માટે મશહૂર છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ પોપ્યુલર છે. ઇન્સ્ટાગ્રામ પર એશ્વર્યાની ફેન ફોલોઇંગ ઘણી વધારે છે પરંતુ તમને જણાવી દઇએ કે, તે માત્ર એક જ વ્યક્તિને ફોલો કરે છે અને છે તેમના પતિ અને બોલિવુડ અભિનેતા અભિષેક બચ્ચન.
એશ્વર્યા છેલ્લે વર્ષ 2018માં “ફન્ને ખાન”માં જોવા મળી હી. જેમાં અનિલ કપૂર, રાજકુમાર રાવ અને દિવ્યા દત્તા હતી. હવે મણિરત્નમના ડ્રિમ પ્રોજેક્ટ “પોન્નિયિન સેલ્વન”થી તે ફરી એકવાર વાપસી કરી રહી છે. હાલમાં જ આ ફિલ્મનુ પહેલુ પોસ્ટર જારી કરવામાં આવ્યુ હતુ. જેમાં લખવામાં આવ્યુ હતુ કે, પીએસ (પોન્નિયિન સેલ્વન) પાર્ટ વન.
એવું જણાવવમાં આવી રહ્યુ છે કે એશ્વર્યા આ સમયે પુડુચેરી પહોંચી છે, જયાં ફિલ્મનો સેટ છે. ખબર છે કે એશ્વર્યા બે અલગ અલગ પાત્રમાં નજર આવવાની છે. તમને જણાવી દઇએ કે, એશ્વર્યા અને અભિષેકના લગ્ન વર્ષ 2007માં થયા હતા. તેઓ વર્ષ 2011માં દીકરી આરાધ્યાના પેરેન્ટ્સ બન્યા હતા.
21 વર્ષની ઉંમરે મિસ વર્લ્ડ બનેલી એશ્વર્યા આર્કિટેક્ચર સ્ટુડેંટ હતી. મિસ વર્લ્ડ બન્યા બાદ તેણે બોલિવુડમાં કરિયર બનાવવાનું વિચાર્યુ. તેણે વર્ષ 1997માં “ઔર પ્યાર હો ગયાા”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ. એપ્રિલ 2007માં તેણે અભિષેક સાથે લગ્ન કર્યા અને બંને હાલ તેમનું પેરેન્ટહુુડ અને લગ્ન જીવન બંને ખુશહાલીથી એન્જોય કરી રહ્યા છે.
એશ્વર્યા એકમાત્ર એવી સેલિબ્રિટી છે જેણે બે વિરોધી કંપનીઓ પેપ્સી અને કોકાકાલા બ્રાંડની જાહેરાત કરી છે. અભિનેત્રી અને મોડલ હોવા સાથે સાથે એશ્વર્યા એક ટ્રેંડ ક્લાસિકલ ડાંસર પણ છે.