શું બીજી વખત પ્રેગ્નેન્ટ છે અભિનેત્રી એશ્વર્યા રાય ? ફિગર જોતા જ…..વાયરલ થઇ તસવીરો

બીજી વખત માતા બનવાની છે એશ્વર્યા રાય બચ્ચન? બિગ બીની વહુની આ તસવીરોને જોઈને ફેન્સ દીવાના થયા

બી- ટાઉન ઇન્ડસ્ટ્રીમાં ઘણા કપલ્સના ઘરે આ વર્ષે બાળકોની કિલકારીઓ સાંભળવા મળી હતી. વિરાટ-અનુષ્કા, કપિલ-ગિન્ની, કરીના-સૈફ, દીયા મિર્ઝા-વૈભવ રૈખી, ગીતા બસરા-હરભજન સિંહ જેવા ઘણા લોકો લિસ્ટમાં સામેલ છે.

તેમજ કેટલાક સ્ટાર્સ જેવાકે નેહા ધૂપિયા, કિશ્વર મર્ચેટ આ સમયે પ્રેગ્નેન્સી પિરિયડનો આનંદ માણી રહ્યા છે. તેવામાં બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનની વહુ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન બીજી વખત પ્રેગ્નેન્ટ હોવાની ચર્ચા થઇ રહી છે.

બોલિવૂડ અભિનેત્રિ એશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન અને આરાધ્યા બચ્ચન તમિલ અભિનેતા સરથ કુમાર અને અને તેમના પરિવારની સાથે જોવા મળ્યા હતા. બચ્ચન પરિવારના મેમ્બર તામિલનાડુના પુડુચેરીમાં શૂટિંગ માટે આવ્યા હતા. સરથ અને એશ્વર્યા આ દિવસોમાં મણિરત્નમની અપકમિંગ ફિલ્મ ‘પોન્નીઈન સેલવન’માં સાથે કામ કરી રહ્યા છે.

થોડા સમય પહેલા એશ્વર્યા રાય બચ્ચનની તસવીરો સામે આવી છે. તે તસવીરોમાં એશ્વર્યા રાયનું વધેલું વજન અને તેમનું બેબી બમ્પ જેવું દેખાઈ રહ્યું છે. આ તસવીરોને જોઈને લોકો પણ વિચારમાં આવી ગયા છે કે શું એશ્વર્યા બીજી વખત માતા બનવાની છે ? આ તસ્વીરોને સેલિબ્રિટી પત્રકાર વિરલ ભાયાનીએ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમાં એશ્વર્યા, અભિષેક અને તેમની છોકરી આરાધ્યા એક શૂટ દરમ્યાન સરથ કુમારના ઘરે પહોંચ્યા હતા.

આ તસવીરમાં એશ્વર્યાએ કાળા કલરનો ડ્રેસ પહેર્યો છે. તેમજ એશ્વર્યાએ કોઈ પણ જાતનો મેકઅપ કર્યો નથી. અને તસવીરમાં એશ્વર્યાને જોઈને એવું લાગી રહ્યું છે કે એશ્વર્યાનું વજન વધી ગયું છે. તેના સિવાય ધ્યાનથી જોઈએ તો એશ્વર્યાંનું પેટ પણ થોડું વધેલું નજર આવી રહ્યું છે. જે જોઈને લોકોએ એશ્વર્યાંની પ્રેગ્નેન્સીને લઈને વિચારવાનું શરુ કરી દીધું છે.

તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. તસવીરો પર સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘શું એશ્વર્યા પ્રેગ્નેન્ટ છે ?’ તેમજ એક બીજા યુઝરે લખ્યું કે, ‘ અભિનંદન, એશ્વર્યા પ્રેગ્નેન્ટ છે.’ જોકે અત્યાર સુધીમાં આ ખબરની પુષ્ટિ થઇ નથી. એશ્વર્યા કે તેમના પરિવારમાંથી કોઈ પણ સદસ્યે તેના વિશે કોઈ જ વાત કરી નથી.

જણાવી દઈએ કે એશ્વર્યા અને અભિષેકે વર્ષ 2007માં લગ્ન કર્યા હતા. તેમને 2011માં છોકરીને જન્મ આપ્યો હતો. અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયે કુછ ના કહો, ગુરુ, રાવણ, ધૂમ 2, ઢાઈ અક્ષર પ્રેમ કે, સરકાર રાજ અને બંટી ઔર બબલી જેવી ઘણી ફિલ્મોમાં કામ કરેલું છે.

Patel Meet