એરપોર્ટ પર આવ્યો એક વ્યક્તિને હાર્ટ એટેક, જવાનોએ CPR આપીને બચાવ્યો જીવ, વીડિયો જોઈને તમે પણ કરશો સલામ… જુઓ

CISFના જવાનોનું દિલ જીતી લેનારું કામ, એરપોર્ટ પર એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા જ જીવ બચાવવા માટે ભરપૂર પ્રયાસ કર્યા, જુઓ વીડિયો

આપણા દેશમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં લોકોને રસ્તામાં ચાલતા ચાલતા પણ હાર્ટ એટેક આવી શકે છે અને ત્યારે તેમને યોગ્ય સારવાર ના મળવાના કારણે તેમનું નિધન પણ થઇ જાય છે. પરંતુ હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં પોલીસના જવાનોએ એક મુસાફરને હાર્ટ એટેક આવતા જ તેનો જીવ બચાવ્યો હતો.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એરપોર્ટ પર એક વ્યક્તિ સૂઈ રહ્યો છે. વીડિયો જોઈને લાગે છે કે આ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે. આવી સ્થિતિમાં એરપોર્ટ પર હાજર CISFના જવાનોએ CPRની મદદથી વ્યક્તિનો જીવ બચાવ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ બેભાન અવસ્થામાં જમીન પર પડેલો છે. આવી સ્થિતિમાં સીઆઈએસએફના જવાનો તેની મદદ કરતા જોવા મળી રહ્યા છે. તેઓ વ્યક્તિની છાતી દબાવી રહ્યા છે. તે જ સમયે એક યુવક હાથને મસળી રહ્યો છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે જવાનો એક વ્યક્તિનો જીવ બચાવવા પોતાની ફરજ બજાવી રહ્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો @Sunil_Deodhar નામના યુઝરે શેર કર્યો છે. આ વીડિયો પર ઘણા લોકોની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. આ વીડિયોને 5 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. સાથે જ આ વીડિયો પર ઘણા લોકોની કમેન્ટ્સ પણ જોવા મળી રહી છે. જો કે આ વીડિયો ક્યાંનો છે તેની હજુ પુષ્ટિ નથી થઇ થઇ. પરંતુ લોકોને વીડિયોમાં જવાનોનું કામ લોકોના દિલ જીતી રહ્યું છે.

Niraj Patel