સ્પેશિયલ પ્રાઇડ પ્લેનમાં પાયલટ ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે ફ્લાઇટ અટેંડેંટ ઘૂંટણ પર બેસી ગઇ- જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. ઘણીવાર ફ્લાઇટમાં લગ્નના પ્રપોઝલના પણ કેટલાક વીડિયો વાયરલ થતા હોય છે. પહેલા ફ્લાઇટમાં હજારો ફૂટ ઊંચે લગ્ન કરવાના તો હજારો ફૂટ ઊંચે બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાના અનેક વીડિયો સામે આવ્યા છે, ત્યારે હાલમાં વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ફ્લાઇટ અટેન્ડન્ટ તેની ગર્લફ્રેન્ડને હજારો ફૂટની ઊંચાઇએ પ્રપોઝ કરે છે અને તેને રિંગ પણ પહેરાવે છે.

આકાશમાં ઉડતા વિમાનમાં એક કપલનો પ્રપોઝલ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં એક મહિલા ફ્લાઈટ અટેન્ડન્ટ ઘૂંટણિયે બેસી તેની પાયલટ ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી રહી છે. યુઝર્સ આ વીડિયોને લવ ઈઝ ઇન ધ એર કહી રહ્યા છે. ફ્લાઇટ એટેન્ડન્ટનું નામ વેરોનિકા રોજસ છે અને તેણે તેની પાયલટ ગર્લફ્રેન્ડ એલેજાંદ્રા મોનકાયોને 30 હજાર ફૂટની ઉંચાઈ પર પ્રપોઝ કર્યું હતું. બંને અલાસ્કા એરલાઈનની ફ્લાઈટમાં સવાર હતા. આ ફ્લાઈટ સન ફ્રાન્સિસ્કોથી લોસ એન્જલસ જઈ રહી હતી.

વેરોનિકા અને એલેજાંદ્રા બે વર્ષ પહેલા ફ્લાઇટમાં મળ્યા હતા. થોડી મુલાકાતો પછી બંને યુવતીઓ એકબીજાના પ્રેમમાં પડી ગઇ અને હવે દિલચસ્પ અંદાજમાં તેઓએ એકબીજાને પ્રપોઝ કર્યું છે. વેરોનિકા અને એલેજાંદ્રાએ એકબીજાને રીંગ પહેરાવી અને સાથે રહેવાનું વચન પણ આપ્યુ. અલાસ્કા એરલાઈને ખુદ કપલના આ પ્રસ્તાવનો વીડિયો શેર કર્યો છે. વિડિયોમાં વેરોનિકા અને એલેજાંદ્રા ફ્લાઇટમાં એનાઉન્સમેન્ટ દ્વારા એકબીજાને પ્રપોઝ કરતા જોઈ શકાય છે.

વેરોનિકાએ અન્ય ક્રૂ મેમ્બર્સની સામે ઘૂંટણિયે બેસી ગર્લફ્રેન્ડ એલેજાંદ્રાને પ્રપોઝ કર્યું હતું. આ દરમિયાન લોકો તાળીઓ પાડતા અને કપલને ખુશ કરતા જોવા મળ્યા હતા. બંને LGBTQ સમુદાયમાંથી આવે છે. તેથી જ તેણે પ્રસ્તાવ માટે પ્રાઇડ મન્થ પસંદ કર્યો. પ્રાઇડ મહિનો એ સમલૈંગિક, ટ્રાંસજેન્ડર અને ક્વીર લોકોનો મહીના સુધી ચાલનારો એક ફેસ્ટિવલ છે.

Shah Jina