આ વિધાર્થીઓએ રામલીલાના નામ ઉપર કર્યો ગંદો મજાક, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થવા ઉપર લોકો ભરાયા ગુસ્સે

આપણે દેશ એક ધર્મ પ્રધાન દેશ છે અને તેના જ કારણે આપણે ત્યાં ધર્મનું થતું અપમાન કોઈ કાલે સહન કરવામાં નથી આવતું, બોલીવુડની ઘણી ફિલ્મોમાં પણ ઘણીવાર એવા દૃશ્યો આવી જાય છે જેના કારણે લોકો ધાર્મિક ભાવનાને આહત કરવાનો આરોપ લગાવીને વિરોધ નોંધાવતા હોય છે, ત્યારે હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેને લઈને લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે.

દેશની રાજધાની દિલ્હીમાં આવેલી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)ના કેટલાક વિધાર્થીઓ દ્વારા રામલીલાનું મંચન કરવું હવે વિવાદોમાં ઘેરાઈ ગયું છે.આ વિદ્યાર્થીઓ ઉપર કથિત રીતે અભદ્રતા કરવાનો અને રામાયણના પાત્રોનો મજાક ઉડાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં આ વિદ્યાર્થીઓએ ભગવાન રામ અને માતા સીતા વિશે ખોટી ભાષાનો પ્રયોગ કર્યો છે.

તો હવે આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેના બાદ ખુબ જ મોટો હોબાળો પણ મચી ગયો હતો. આ વિધાર્થીઓની ખુબ જ આલોચના પણ થઇ રહી છે. તો આ ઘટનાને લઈને ઘણા લોકો તેમની ધરપકડ કરવા માટેની પણ માંગણી કરી રહ્યા છે. આ મામલાને જોર પકડતો જોઈને એઇમ્સ વિધાર્થી સંગઠન દ્વારા માફી પણ માંગવામાં આવી છે.


ઘટના એવી છે કે દશેરાના અવસર ઉપર એઇમ્સમાં કાર્યક્રમ થયો હતો. જેમાં ભગવાન રામ અને માતા સીતા માટે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. આ સમગ્ર સંવાદમાં રામલીલાનો ગંદો મજાક બનાવવામાં આવ્યો હતો. તો સોશિયલ મીડિયામાં આ વીડિયો જોતા જ વાયરલ થઇ ગયો હતો. જેના બાદ લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો અને વિધાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી.


ઉલ્લેખનીય છે કે એઇમ્સના વિધાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આ રામલીલા મંચન દરમિયાન રામ-લક્ષ્મણ અને શુર્પણખાના સંવાદની એક વીડિયો કલીપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ. અને લોકોનો ગુસ્સો ફૂટ્યો જેના બાદ રવિવારના રોજ વિધાર્થીઓ દ્વારા એક નિવેદન રજૂ કરીને માફી પણ માંગવામાં આવી હતી.

Niraj Patel