પાકિસ્તાનના એક મંત્રીને જોતા જ લોકો પાડવા લાગ્યા ‘ચોર-ચોર’ની બૂમો, વાયરલ થયો વીડિયો

પાકિસ્તાનમાં મંત્રીને જોઇ ચોર ચોર બૂમો પાડવા લાગ્યા લોકો, રેસ્ટોરન્ટમાં મંત્રીની બધા વચ્ચે આબરૂ ગઈ, જુઓ વીડિયો

પાકિસ્તાનમાં ક્યારે શું થઇ જાય તે કોઇને કહી ન શકાય. પાકિસ્તાનના એક મંત્રીનો વીડિયો હાલ ટ્વીટર પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. મંત્રી અહેસાન ઇકબાલ મેકડોનાલ્ડના એક આઉટલેટમાં હતા અને ત્યારે ત્યાં જે ભીડ હતી તેમણે નારેબાજી કરવાની શરૂ કરી દીધી. લોકો ચોર ચોરની બૂમો પાડવા લાગ્યા. સોશિયલ મીડિયા પર જેવો જ આ વીડિયો આવ્યો કે જોતજોતામાં જ વાયરલ થઇ ગયો. અહેસાન ઇકબાલ પાકિસ્તાનના યોજના મંત્રી છે અને પાકિસ્તાન મુસ્લિમ લીગના મહાસચિવ પણ છે.

અહેસાન ઇકબાલનો વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. અહેવાલોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના મંત્રી તે રેસ્ટોરન્ટમાં ગયા હતા જ્યાં તેમનો સામનો એક પરિવાર સાથે થયો હતો. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ ચર્ચાનો વીડિયો હવે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. ચર્ચાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પાકિસ્તાની ચેનલ દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે મંત્રી અહેસાન ઈકબાલ ઈસ્લામાબાદ-લાહોર હાઈવે પર સ્થિત એક રેસ્ટોરન્ટમાં ગયા હતા.

અહીં તેણે એક પરિવારના કેટલાક સભ્યો સાથે દલીલ શરૂ કરી, ત્યારબાદ પરિવારના પાંચ સભ્યોએ મંત્રીને ચોર કહેવાનું શરૂ કર્યું. આ ઘટનાને કારણે મંત્રીને ખૂબ જ અપમાનનો સામનો કરવો પડ્યો હતો. આ વીડિયો 8 જુલાઈના રોજનો જણાવવામાં આવી રહ્યો છે. ધ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ પાકિસ્તાનના આયોજન અને વિકાસ મંત્રી અહેસાન ઈકબાલ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં ગયા હતા. અહીં તેનો કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો અને ગુસ્સે ભરાયેલા લોકોએ ચોર ચોરના નારા લગાવવાનું શરૂ કરી દીધું.

આ ઘટનાનો વીડિયો ટ્વીટ કરીને પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટીએ લખ્યું, મેકડોનાલ્ડ્સમાં ફેડરલ મિનિસ્ટર અહેસાન ઈકબાલને જોઈને લોકો ‘ચોર ચોર’ કહી રહ્યા છે. આ બદમાશો માટે લોકોની નજરમાં કોઈ સન્માન બાકી નથી. આ મામલામાં મંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે પરિવાર પોતાને ચુનંદા વર્ગ ગણાવે છે, પરંતુ તેમની આવી હરકતો બિલકુલ નથી લાગતી કે તેઓ કેટલું અસંસ્કારી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની રાજનીતિ ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે.

આ વીડિયો પર ઘણા લોકો પોતાની અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. કેટલાકે મંત્રીને ટેકો આપ્યો તો કેટલાકે પરિવારના સભ્યોને ટેકો આપ્યો. તમને જણાવી દઈએ કે તાજેતરમાં ઈમરાન ખાને કહ્યું હતું કે શાહબાઝ શરીફની સરકાર ચોર છે. પાકિસ્તાનના પૂર્વ માહિતી મંત્રી ફવાદ ચૌધરીએ આ ઘટના પર કટાક્ષ કર્યો અને કહ્યું કે ઈકબાલે લોકોની વચ્ચે જતા પહેલા બુરખો પહેરવો જોઈએ.

Shah Jina