અમદાવાદ : ટીકટોક સ્ટાર કિર્તી પટેલ ફરી આવી વિવાદમાં- આ વખતે અમદાવાદની યુવતીને લોખંડની પાઈપથી માર માર્યાનો આક્ષેપ

ટીકટોકથી ફેમસ થઇ જનાર સુરતની કીર્તિ પટેલ ઘણી વિવાદોમાં રહેતી હોય છે. જો કે, હવે તે ગુનાની દુનિયામાં ઘણી ફેમસ થઇ ચૂકી છે. અમદાવાદના એસજી હાઇવે પર એક યુવતિને પાઇપથી માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કીર્તિ પટેલનું નામ સામે આવ્યુ છે.

સુરત પછી હવે કીર્તિ પટેલ અમદાવાદમાં પણ ગુનાની દુનિયામાં ફેમસ થઇ છે. તેણે તેના સાથીદાર સાથે મળીને એક યુવતિને લોખંડની પાઇપ મારી હતી અને ગાળો પણ ભાંડી હતી. આ બાબતે ફરિયાદ નોંધાતા પોલિસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કીર્તિ પટેલ આ કારસ્તાન બાદ ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે.

ઘટનાની વિગત તપાસીએ તો. અમદાવાદના રાણીપ ખાતે રહેતા કોમલબેન પંચાલ કે જે બ્યુટી પાર્લર ધરાવી છે તેઓ પરિવાર સાથે રહે છે. તેઓ સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે અને લગભગ છ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામમાં લાઈવ તેના મિત્રો સાથે હતા. ત્યારે અંદરોઅંદર વીડિયો દ્વારા વાતો કરતા સમયે ટીકટોકથી ફેમસ થયેલી સુરતની કીર્તિ પટેલે અચાનક આ યુવતી સાથે લાઈવ આવીને ગાળો આપી હતી. આ બાબતે ઝઘડો પણ થયો હતો. યુવતિએ જે તે સમયે સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરી હતી.

21 ફેબ્રુઆરીના રોજ આ યુવતી તેના ઘરે હતી તે દરમિયાન ઇન્સ્ટાગ્રામમાં લાઈવ હતી અને આ દરમિયાન જ કોઈએ વીડિયોમાં કોમેન્ટ કરી હતી કે તમારી ગાડીના કાચ તૂટયા છે. કોમેન્ટ વાચીને યુવતી તેના ફ્લેટમાં નીચે ગાડી જોવા જતી હતી, આ દરમિયાન ત્યાં એક બહેને તેને જણાવ્યું કે તમે નીચે ના જાઓ તમારી ગાડીના કોઈએ કાચ તોડ્યા છે

અને ત્યાં કેટલાક માણસો પણ ઊભા છે જે તમને નુકશાન કરશે. ત્યારે આ યુવતિ નીચે ગઇ અને તેણે જોયુ તો ગાડીના બધા કાચ તૂટેલી હાલતમાં હતા અને ત્યાં કોઇ હાજર નહોતું. બાદમાં આ યુવતી તેના ઘરે ગઈ હતી અને થોડીવારમાં તેની મિત્ર ગાડીની ચાવી લઈને તપાસ કરવા આવી હતી.

એસ.જી.હાઈવે કર્ણાવતી ક્લબની બાજુમાં ખેતલાઆપા ટી સ્ટોલ છે ત્યાં આ યુતિને ચા પીવી હોવાને કારણે ગઈ હતી. આ દરમિયાન લગભગ ચારેક વાગ્યા આસપાસ અચાનક ગાડીનો કાચ તૂટવાનો અવાજ આવતા જ તે ઉતરીને જોવા ગઈ હતી અને આ દરમિયાન અચાનક જ માથાના પાછળના ભાગે કોઈએ તેને ફટકો માર્યો હતો. આક્ષેપ છે કે જયારે યુવતીએ પાછળ વળીને જોયુ તો સુરતની ટીકટોક એપથી ફેમસ થયેલી કીર્તિ પટેલ તેના હાથમાં લોખંડની પાઇપ લઈને ઉભી હતી અને ગંદી ગાળો પણ બોલતી હતી.

એટલું જ નહિ કીર્તિ પટેલે આ યુવતિના પગ પર અને પીઠના ભાગે ફટકા માર્યા હતા.કીર્તિ પટેલ સાથે એક મહિલા અને એક યુવક પણ હતો અને આ તમામ લોકો ગાળો બોલીને કહેવા લાગ્યા હતા કે તું અમારા ગ્રુપની સામે પડી છે અને અમે જાનથી મારી નાખીશું. યુવતીને માર માર્યો હાોવાને કારણે ઇજાઓ પહોંચી હતી અને ત્યારે પોલીસમાં તેણે ફોન કર્યો હતો,

જે બાદ તેને સારવાર માટે એમ્બ્યુલન્સથી સોલા સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી.આ દરમિયાન તેની તબિયત સારી ન હોવાથી તેને 21મી તારીખે બનેલા બનાવની ફરિયાદ હવે કરતાં સેટેલાઈટ પોલીસે આ મામલે કીર્તિ પટેલ તથા એક મહિલા અને એક પુરુષ સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

Shah Jina