ભુવાનગરી અમદાવાદ : જ્યાં જુઓ ત્યાં સ્માર્ટ સિટીમાં ભુવા જ ભુવા, એક-બે નહીં પણ 20થી વધુ ભુવાથી ત્રસ્ત જનતા- જોઇ લો

10 જુલાઇના રોજ અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદને કારણે લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે શહેરમાં ધોધમાર વરસાદ પડતા જ તંત્રની પ્રિ મોનસૂન કામગીરીની પોલ ખુલી ગઇ હતી. વરસાદ બાદ રોડ પર પાણી ભરાઇ જવાને કારણે ક્યારેક વાહનો સ્લીપ થવાની તો ક્યારેક પાણીને કારણે ખાડો ન દેખાવાને કારણે ઘણાને ઇજા પહોંચી હતી. અમદાવાદમાં પડેલા મૂશળધાર વરસાદે તંત્રની પ્રિ મોનસૂન કામગીરીની પોલ ખોલી દીધી હતી.

રવિવારે વરસેલા ધોધમાર વરસાદને કારણે તો આખું અમદાવાદ પાણી પાણી થઇ ગયુ હતુ. ઘણી જગ્યાએ અમદાવાદમાં ભુવા પડવાની ખબરો સામે આવી રહી છે. વીટીવીના રીપોર્ટ અનુસાર, શહેરમાં વરસાદને કારણે 22 જેટલાક સ્થળો પર ભુવા પડ્યા છે. હવે આ દરમિયાનની તસવીરો સામે આવ્યા બાદ તંત્રની કામગીરી પર ઘણા સવાલો ઊભા થઇ રહ્યા છે. ઘણા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો પણ આવ્યો છે. સ્માર્ટ સિટીની હાલત અત્યારે ખાડાનગરી કે ભુવાનગરી જેવી છે.

પ્રિ મોનસૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવા છત્તાં પણ અમદાવાદવાસીઓને જ્યાં જુઓ ત્યાં ખાડા જ નજર આવી રહ્યા છે. અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદને પગલે ઘણાના ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા આ ઉપરાંત રોડ પર પાણીનો સમયસર નીકાલ ન થતા ભુવા પણ પડી ગય હતા. જો કે, ભુવા પડ્યાને લગભગ 6 દિવસ જેટલો સમય હોવા છત્તાં પણ હજી તેની કોઇ કામગીરી થઇ નથી. અમદાવાદના ઇસ્કોન મોલ ચાર રસ્તા પાસે ભુવો પડ્યો છે, જેને AMC દ્વારા કોર્ડન કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત આશ્રમ રોડના વલ્લભસદન નજીક ભૂવો પડ્યો છે, જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં ભારે વરસાદને પગલે નિકોલના સુકન ચાર રસ્તાના રોડની હાલત પણ કફોડી બની ગઇ છે. જોકે, આ સ્થિતિ આખા અમદાવાદની છે. જણાવી દઇએ કે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવાસસ્થાન પાસે જ મસમોટો ભૂવો પડયો છે.

11 તારીખથી પડેલા ભૂવાનું કામ હજુ સુધી પૂર્ણ થયું નથી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જેના માટે તંત્રએ 1077 હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. જેમાં અત્યાર સુધી 100થી વધુ કોલ આવી ચુક્યા છે. જણાવી દઇએ કે, વરસાદ બાદ પણ ઘણી તસવીરો સામે આવી હતી, જેમાં ભુવામાં આખી કાર સમાઇ ગઇ હતી. આ દરમિયાન કારમાં સવાર લોકોને ઇજા પણ પહોંચી હતી.

Shah Jina