જામનગરથી અમદાવાદમાં 2 પાક્કા મિત્રોએ લગ્ન કર્યા, બંને નવવધૂએ એવો કાંડ કર્યો કે મગજ જશે, જાણો વિગત

વર્ષોથી ગુજરાતમાં લૂંટેરી દુલ્હનના સમાચારો આવતા હોય છે એવામાં આજે ફરી એક મોટો કિસ્સો સામે આવ્યો છે. લગ્ન પછી દાગીના અને પૈસા લઈને યુવતીઓ ફરાર થઈ ગઈ હોય અને જેમાં મોટા ભાગે બહારના રાજ્યની છોકરીઓ અને ગેંગના નામ સામે આવતા હોય છે.

તેવામાં લગ્ન વાંચ્છુક યુવકો માટે ચેતવણીરૂપ આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં જામનગરના ખેડુત સહિત બે છોકરાઓને મેરેજ બ્યુરોના નામે છોકરીઓ બતાવી લગ્ન કરાવી પૈસા પડાવી આખી ગેંગ લગ્નની રાત્રે જ ફરાર થઈ જતા ફરિયાદ નોંધાઈ છે.

જામનગરના જામજોધપુર વીરપુરમાં રહેતા 49 વર્ષીય જગદીશ નામના ખેડૂતે આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીને સંતાનમાં બે છોકરાઓ છે અને પતિ પત્ની વચ્ચે મનમેળ ન થતા 2022માં અલગ થઇ ગયા હતા. પછી તેઓ એકલવાયુ જીવન હોવાથી ગામના સરપંચને ફરીથી મેરેજ કરવાની વાત કરેલી હતી. પછી થોડા દિવસો પહેલા જગદીશ ભાઈ સરપંચ સાથે જામનગર ગયા હતા

ત્યારે ત્યાં પરિચીત એક બેન સાથે મુલાકાત થઈ હતી. જેથી તેઓને પણ ફરિયાદીએ લગ્ન માટે કોઈ છોકરી હોય તો બતાવવાની વાત કરી હતી. પછી અમદાવાદના કરજણમાં મેરેજ બ્યુરો ચલાવતી સરોજબેનનો સંપર્ક ર્ક્યો હતો. સરોજબેન તેના ઓળખીતા અમદાવાદના રામોલમાં આવું જ મેરેજ બ્યૂરો ચલાવતાં ધવલભાઈ સાથે વાત કરાવી હતી.

તેણે દોસ્તો મિત્રો જગદીશ અને દીપકને છોકરી જોવા અમદાવાદ બોલાવ્યાં હતા. આ પછી તેઓ બન્ને પરિવાર સાથે રામોલ આવ્યાં હતા અને ધવલને મળ્યાં હતા. ધવલભાઈએ બંને મિત્રોને છોકરીઓ દેખાડી હતી. છોકરીઓ લગ્ન કરવા તો તૈયાર હતી પરંતુ આ માટે તેમણે બન્ને પાસેથી 3 લાખની માગણ કરી હતી. હા ના, હા ના કરતાં આખરે 1.20 લાખમાં સોદો પાર પડ્યો હતો.

આગળ 1.20 લાખમાં સોદો પાર પડ્યાં પછી બનેં દોસ્તોએ રાત 9 વાગ્યે મિરઝાપુર કોર્ટની સામે વકીલની ઓફિસમાં જગદીશના કૈલાસ નામની યુવતી અને દીપકને સીમા નામની યુવતી સાથે લગ્ન થયા હતા. બધી વિધિપુરી થયા પછી બંને દોસ્તો પોતપોતાની દુલ્હનને લઈને જામનગર જવા રવાના થયા હતા

પરંતુ વચ્ચે ઉજાલા સર્કલ પાસે જમવા રોકાયા હતા અને આ જમવા રોકાયા ત્યાં જ ચોંકાવનારી ઘટના બની. બાથરુમના જવાના બહાને દુલ્હનો બહાર ગઈ હતી અને ત્યાં ગાડીમાં રાહ જોઈ રહેલા તેમની ટોળકી સાથે બેસીને ફરાર થઈ ગઈ હતી.

થોડી વાર તો રાહ જોઈ પછી વરરાજા દ્વારા તેમની તપાસ કરવામાં આવી, તેઓ બધેય જોઈ વળ્યાં પણ ક્યાંય પણ દુલ્હનોનું નામોનિશાન નહોતું, આ જોઈને વરરાજાના હૃદયના ધબકારા વધી ગયા અને તેમને ખબર પડી ગઈ કે તેમની સાથે છેતરપિંડી થઈ છે.

FILE PIC

નકલી લગ્ન કરાવી આપનાર ટોળકીએ દુલ્હનને મોહરું બનાવીને 2.45 લાખ લૂંટી લીધા હતા. લગભગ દોઢ કલાકના લગ્ન જીવન અને લૂંટરી દુલહન દ્વારા છેતરપીંડીને લઈને રામોલ પોલીસે ગણેશ મેરેજ બ્યુરો ના ધવલભાઇ, કરજણ મેરેજ બ્યુરોની સરોજબેન, લૂંટેરી દુલહન કૈલાસ અને સીમા.. તેમજ બ્યુરોમાં કામ કરતા કિરણબેન, અસ્મિતાબેન, ધવલ અને શંકર સહિત 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી.

YC