અમદાવાદ ગોઝારો અકસ્માત : બે ભાઇઓ નીકળ્યા ચા પીવા અને કાળ બનીને આવી જેગુઆર…ભરખી ગઇ

ઇસ્કોન પુલ અકસ્માત: PGમાં રહેતા બે ભાઈઓ ચા પીવા નીકળ્યા અને નબીરાએ જિંદગી છીનવી લીધી, હોમગાર્ડએ જે કહ્યું જે જોઈને રડી પડશો

Ahmedabad ISKCON Bridge Accident : અમદાવાદમાંથી હાલમાં જ એક ગમખ્વાર અકસ્માતની ખબર સામે આવી, જેમાં ઇસ્કોન બ્રિજ પર ગત મોડી રાતે ડમ્પર અને થાર વચ્ચે સર્જાયેલા અકસ્માતને જોવા ઉભેલા ટોળા પર એક તેજ રફતાર જગુઆર ચઢી ગઇ અને આ ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. ત્યારે આ ઘચટમાં કોઈએ પોતાનો એકનો એક પુત્ર ગુમાવ્યો તો કોઈએ પોતાનો ભાઈ.. આ અકસ્માતમાં જે લોકોના મોત થયા છે તેમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાન પણ સામેલ છે.

બે ભાઇઓ ચા પીવા નીકળ્યા અને ભરખી ગઇ જેગુઆર
મૃતકોમાં મોટાભાગના બોટાદ અને સુરેન્દ્રનગરના છે. ઘટના બાદ જ્યારે મૃતકોનો પરિવાર હોસ્પિટલ પહોંચ્યો તો ત્યાં આક્રંદ અને હૈયાફાટ રુદનથી ગમગીની છવાઈ ગઈ. અકસ્માતમાં મૃત્યુ પામેલા બોટાદના રોનક અને કૃણાલ કે જે ભાઇઓ હતા, તેના કાકાએ જણાવ્યું કે તેમને સવારે 4 વાગ્યે આ ઘટનાની જાણ થઇ અને તેઓ તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા. તેમણે જણાવ્યુ કે રોનક અને કૃણાલ અમદાવાદમાં PGમાં રહેતા અને બંને માસિયાઈ ભાઈઓમાંથી એક એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો અને એક નોકરી કરતો.

તસવીર સૌજન્ય : વીટીવી ગુજરાતી

આરોપીને કડકમાં કડક સજા થાય : મૃતકના કાકા
બંને ભાઇઓ રાત્રે ચા પીવા નીકળ્યા હતા પણ જેગુઆર કાર આ માસૂમોને ભરખી ગઇ. મૃતકના કાકાએ જણાવ્યુ કે આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. કારચાલકની બેદરકારીને કારણે બંનેએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતમાં જે હોમગાર્ડ જવાન મૃત્યુ પામ્યા છે, તેમના ભાઈએ જણાવ્યું કે તેમના મામાનો દીકરો નિલેશ હોમગાર્ડમાં નોકરી કરે છે, અને તે ગઈકાલે રાત્રે ફરજ પર હતો. રાત્રે તે ચા પીવા ગયો અને ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાતા મદદ માટે દોડ્યો. પણ આ દરમિયાન જ એક કારચાલકે તેને કચડી નાખ્યો. તેણે આગળ કહ્યુ કે- આરોપી સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ.

Shah Jina