ગંભીર દુર્ઘટના : અમદાવાદ ઘાટલોડિયામાં અહીંયા અચાનક 3 જણા તડપી તડપીને મરી ગયા- કારણ જાણીને આંચકો લાગશે

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા ગોપાલનગર પાસે પફ બનાવતી ફેક્ટરીમાં ગેસ લિકેજ થવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં 3 લોકો મોતને ભેટ્યા છે. ત્રણેયની લાશ ફેક્ટરીમાંથી મળી આવતાા ચકચાર મચી જવા પામી છે. તેમની મોતનું કારણ ગુગળામણ જણાવવામાં આવી રહ્યુ છે. ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગ અને પોલિસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. હાલ તો એફએસએલની ટીમને જાણ કરવામાં આવી છે અને હવે તો પીએમ બાદ જ સાચુ કારણ જાણવા મળશે.

ઘટનાની ઘાટલોડિયાના કોર્પોરેટર જતીન પટેલને જાણ થતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, તેમણે જણાવ્યુ હતુ કે, 15 દિવસ પહેલા જ બેકરીની આઇટમ બનાવતી ફેક્ટરી ચાલુ થઇ હતી. વહેલી સવારે માલિકે આવી ફેક્ટરી ખોલી તો ત્રણ મજૂરો મૃતહાલતમાં પડેલા હતા. આ ફેક્ટરીમાં પફ બનાવવાનું ભારે મશીન આવેલુ છે અને તેની સ્વીચ ચાલુ રહી જતા ગુંગળામણને કારણે મોત થયુ હોવાનું હાલ પ્રાથમિક કારણ છે. જો કે,  આ બાબતે એકએસએલ અને ફાયર ટીમ તપાસ કરી રહી છે.

આ દુર્ઘટનામાં 21 વર્ષિય અસલમ, 45 વર્ષીય ઈબ્રાહિમ અને 15 વર્ષીય હસન નામના વ્યક્તિના મોત નિપજ્યા છે. રાજશ્રીબેન અંકુર પટેલ દ્વારા આ પફની ફેક્ટરી શરૂ કરાઈ હતી. 15 દિવસ પહેલા જ UK’s ફૂડના નામે ફર્મ શરૂ કરી હતી. ઘાટલોડિયાના પીઆઇ વાઘેલા સાહેબે જણાવ્યુ હતુ કે, આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. હાલમાં પોલિસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Shah Jina