અમદાવાદના આ પરિણીતાની કરપીણ હત્યા, 27 ઘા મારી રહેંસી નાખી- કારણ જાણીને ચોંકી ઉઠશો

આ માણસ રાક્ષશની જેમ પરિણીતા પર તૂટી પડ્યો, હત્યાનું કારણ જાણીને લોકો ફફડી ગયા

ગુજરાતમાં પણ હવે હત્યા અને  લૂંટના બનાવો સતત સામે આવી રહ્યા છે, ઘણા લોકો અંગત અદાવતમાં એકબીજાની હત્યા કરી નાખવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે ત્યારે હાલ અમદાવાદમાંથી એક ખુબ જ ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પૂર્વ પતિએ તેની પૂર્વ પત્નીની કરપીણ હત્યા કરી નાખી હોવાનું સામે આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના વટવા વિસ્તારની અંદર રહેતી પરણિત હેમા મરાઠી નામની મહિલાની તેના પૂર્વ પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે. મહિલાના અગાઉ છૂટાછેડા થઇ ગયા હતા. ત્યારબાદ તેને અન્ય યુવક સાથે મંદિરમાં ફુલહાર કરીને લગ્ન કર્યા હતા. જેના કારણે તેના પૂર્વ પતિએ અંગત અદાવત રાખી અને તેના બે મિત્રોને લઈને મહિલાના ઘરે પહોંચી ગયો હતો.

મહિલાના ઘરે પહોંચી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અને મહિલાને લોહી લુહાણ હાલતમાં છોડી અને ભાગી ગયા હતા, જેના બાદ મહિલાનો પતિ આવતા મહિલા મોતની પાથરીએથી જ તેના પૂર્વ પતિએ તેના ઉપર હુમલો કર્યો હોવાનું જણાવીને પતિના ખોળામાં જ દમ તોડી દીધો હતો.  જેના બાદ મહિલાના પતિએ મહિલાના પૂર્વ પતિ વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આ અંગે હત્યાનો ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. મહિલાના વર્તમાન પતિ મહેશ ઠાકોરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, “તે છેલ્લા 11 મહિનાથી હેમા મરાઠી નામની મહિલા સાથે વટવાના વિજોલ પાસે ભાડે મકાન રાખીને રહે છે. હેમાના અગાઉ અજય ઠાકર નામના યુવક સાથે લગ્ન થયા હતા. તેના બે બાળકો છે. એક વર્ષ અગાઉ હેમા અને અજયના છૂટાછેડા થઈ ગયા હતા.ત્યાર બાદ તેના બે બાળકો અજય સાથે જ રહે છે.”

Niraj Patel