અમદાવાદમાં NRI એ મરજી વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર યુવતિના ફોટા મૂક્યા અને નીચે એવું બિભત્સ લખાણ લખ્યુ કે હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો

ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી અને યુવતિઓ સાથે સંબંધ બાંધવા માટેની માંગણી કરતા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે, હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વર્ષ પહેલા ભારત આવેલો અને 10 વર્ષથી અમેરિકાના ન્યુજર્સીમાં રહેતા આરોપીની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે અને તેણે એવી હરકત કરી છે કે તેને જેલમાં જવાનો વારો આવ્યો છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

એક ફરિયાદી દ્વારા સાયબર ક્રાઇમ બ્રાંચને એવી ફરિયાદ આપવામાં આવી હતી કે ઇન્સ્ટાગ્રામ પર એક આઇડી તેના ધ્યાને આવ્યુ છે, જેમાં તેના ફોટા અપલોડ છે અને તેની નીચે બિભત્સ લખાણ લખેલુ છે, આ બાબતે સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા ફરિયાદીની ફરિયાદ દાખલ કરી અને આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપીનું નામ પંકજ પટેલ છે અને તે છેલ્લા 10 વર્ષથી અમેરિકાના ન્યુજર્સીમાં રહેતો હતો, તે એક વર્ષ પહેલા જ ભારત આવ્યો હતો. તેને ફેસબુક અને સોશિયલ મીડિયા પર ફરિયાદી સાથે મિત્રતા થઇ હતી અને તે તેને પસંદ કરવા લાગ્યો હતો

જો કે, તેની સાથે સંબંધ રાખવા અને તેને ઘણીવાર મળવા અંગે જીદ પણ કરતો હતો અને આ બાબતે ફરિયાદીના સાસરે જાણ થતા તેના છૂટાછેડા પણ થયા હતા. આરોપી ફરિયાદીની મરજી વિરૂદ્ધ તેની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો અને ફરિયાદીએ કંટાળી તેની સાથે સંપર્ક કટ કરી દીધો. ત્યારબાદ આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે બદલો લેવા માટે ઇન્સ્ટાગ્રામ પર ગંદી હરકત કરી, હાલ તો આ મામલે સાયબર ક્રાઇમ બ્રાંચે આરોપી પંકજ પટેલની ધરપકડ કરી છે અને તેણે એકતરફી પ્રેમમાં આવી હરકત કરી હોવાનુ સામે આવ્યુ છે.

Shah Jina