અમદાવાદમાં યુવતીએ દિવાળીની રાત્રે પોતાના પપ્પાની રિવોલ્વરથી હવામાં કર્યું ફાયરિંગ, હવે મોટું એક્શન લેવાઈ ગયું

બાપની લાયસન્સ વગરની બંદૂકમાંથી પપ્પાની પરીએ કર્યું ફાયરિંગ, પોલીસે એવી હાલત કરી કે વાંચીને મજા પડી જશે

દિવાળીનો તહેવાર દરેક ઘરમાં ખુશીઓ લઈને આવતો હોય છે. આ તહેવાર પર મીઠાઈઓથી લઈને ફટાકડા સુધીની મજા લોકો માણતા હોય છે, પરંતુ ઘણા લોકો એવા હોય છે જે આ તહેવારોમાં પણ કેટલાક એવા કાંડ કરી બેસે છે જે તેમના માટે મુસીબતનું કારણ બનતું હોય છે. ઘણા લોકો દિવાળીમાં ફટાકડા ફોડવા માટે અવનવા હથકંડા અપનાવતા હોય છે, તો ઘણા લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કોઈપણ હદ સુધી જતા હોય છે.

આવી જ એક ઘટના અમદાવાદના રામોલમાંથી સામે આવી હતી, જ્યાં એક યુવતીએ પિતાની રિવોલ્વર લઈને હવામાં ફાયરિંગ કર્યું હતું અને તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કર્યો હતો. પરંતુ તેને ખબર નહોતી કે આ વીડિયોની શું અસર થવાની છે. જોત જોતામાં જ આ યુવતીનો વીડિયો વાયરલ થઇ ગયો અને પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ અને યુવતી અને તેના પિતાની શોધખોળ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના રામોલ વિસ્તારમાં રહેતી એક યુવતીનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો હતો. જેમાં તે હાથમાં રિવોલ્વર સાથે હવામાં ફાયરિંગ કરતી દેખાઈ રહી છે. આ વીડિયોની નીચે એમ પણ લખવામાં આવ્યુ હતું કે “થેક્યુ પાપા, ફોર ધીસ, ઇટ વોઝ એ વન્ડર ફુલ એક્સપીરીયન્સ, છોરી સે પંગા ના લેગા કોઈ.”

આ બાબત પોલીસના ધ્યાનમાં આવતા જ તેમણે અલગ અલગ ટીમો બનાવીને આ યુવતીની શોધખોળ શરૂ કરી હતી અને પોલીસને એક ખાનગી બાતમી મળતી હતી કે વીડિયોમાં ફાયરિંગ કરનારી યુવતીનું નામ દિપાલી નરેશ ચંદેલ છે. જેના બાદ પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને યુવતી મળી આવતા પોલીસે તેની પુછપરછ કરી હતી જેના બાદ યુવતીએ તે વીડિયો પોતાનો હોવાની કબૂલાત પણ કરી લીધી હતી.

આ ઘટનામાં યુવતીએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હથિયાર યુવતીના પિતા નરેશ ભાઈનું હતું. જેનાથી દિવાળીની રાત્રે પોણા દસ વાગ્યાની આસપાસ યુવતીએ ઘરની બહાર ખુલ્લી જગ્યામાં મનોરંજન માટે ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે એ પણ તપાસ કરી કે યુવતીના પિતા પાસે આ રિવોલ્વરનું લાયસન્સ ચેહ કે નહિ, જેના બાદ સામે આવ્યું કે તેમની પાસે હથિયારનું કોઈ લાયસન્સ નથી.

ત્યારે આ મામલે હથિયારનું લાયસન્સ ના હોવાના કારણે યુવતીના પિતા વિરુદ્ધ ગુન્હો નોંધી અને જાહેરમાં ફાયરિંગ કરવા બદલ યુવતી વિરુદ્ધ પણ ગુન્હો નોંધીને બંનેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ આ મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ સમગ્ર વીડિયો અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી યુવતીએ બનાવ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કર્યવાહી હાથ ધરી હતી.

Niraj Patel