સુરતમાં ભૂરી ડોનનો આતંક બાદ હવે સાબરમતી જેલમાં લેડી ડોનનો ત્રાસ? જેલ અધિકારીને મળ્યો એવા ગંદા સંબંધોનો પત્ર કે વિગત જાણીને ચોંકી જશો

સાબરમતી જેલમાં મળી આવેલી એક ચિઠ્ઠીમાં થયા મોટા ખુલાસા, લેડી ડોનના લેસ્બિયન સંબંધો, 50 રૂપિયામાં એક કોલ, 100 રૂપિયાની સિગરેટ,500ની તમાકુ અને…

આમદાવાદમાં આવેલી સાબરમતી જેલમાંથી એક ચોંકાવનારી હકીકત સામે આવી છે, જેમાં સાબરમતી સેન્ટ્રલ જેલના મહિલા વોર્ડન અંદર ચાલી રહેલા લેડી ડોન અને અન્ય મહિલા કેડી વચ્ચેના લેસ્બિયન સંબંધોને લઈને અન્ય કેદીઓ પણ હેરાન થઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ પ્રેમીજોડાના સંબંધોથી અન્ય મહિલા કેદીઓ પણ હેરાન થતા હોવાનો એક લેટર મળી આવતા ખળભળાટ મચી ગયો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

સામે આવેલા લેટરની અંદર અન્ય મહિલા કેદીઓના હેરાન થવાની વિગત સાથે મહિલા કેદીઓના નાસ્તાની કુપન પણ આ લેડી ડોન પડાવી લેવા ઉપરાંત મહિલા વોર્ડની અંદર ફોનના એક કોલ દીઠ 50 રૂપિયા, સિગરેટના 100 રૂપિયા અને તમાકુના પેકેટના 500 રૂપિયા લઈને ગેરકાયદેસર વેપાર કરતી હોવાનું પણ સામે આવ્યું છે. આ લેટર મળી આવતા જેલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

ફોન બાબતે અધિકારીઓનું કહેવું છે કે સાબરમતી જેલના મહિલા વિભાગમાં સ્ટ્રોંગ જામર હોવાના કારણે ફોન કોલનું નેટવર્ક શક્ય ના હોવાના કારણે કોલ થઇ શકે નહીં. તો આ ઉપરાંત પત્રમાં જેલ અધિકારીઓ પણ આ લેડી ડોનથી ડરતા હોય અને તેમની ખુલ્લેઆમ બદલી કરાવી દેવાની પણ ધમકી આપવામાં આવે છે એવો ઉલ્લેખ પણ થયો છે.

આ અંગે સાબરમતી સેન્ટ્રલ જેલના એસપી રોહન આનંદે સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “આ પ્રકારના આક્ષેપો કરતો પત્ર અમને મળ્યો છે. જે પત્રની ખરાઈ અને તેમાં થયેલા આક્ષેપો બાબતે અમે ઈન્કવાયરી શરૂ કરી છે. મહિલા વિભાગમાં કેદી માટે મોબાઈલ વાપરવો અશક્ય બાબત છે. આ વિભાગમાં જામર એટલા સ્ટ્રોંગ છે કે, ત્યાંથી ફોન ઓપરેટ થઈ શકે તેમ નથી. મોબાઈલ ફોન કોઈ મહિલા કેદી પાસે હોય તે વાત માનવામાં આવે તેવી નથી.”

Niraj Patel