અમદાવાદમાં ભગવાન જગન્નાથની નીકળી 146મી રથયાત્રા, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, જુઓ કેવો છે રથયાત્રાનો નજારો, જોઈને ધન્ય ધન્ય થઇ જશો

લાખો ભક્તોની હાજરીમાં ભગવાન જગન્નાથ અમદાવાદમાં નીકળ્યા નગર ચર્ચાએ… મોસાળ સરસપુરમાં થશે એક લાખ કરતા પણ વધુ ભક્તોનો જમણવાર, જુઓ તસવીરો

Ahemdabad god jagannath rath yatra 2023 : આજે અષાઢી બીજનો પ્રવિત્ર દિવસ છે, જેને લઈને ભગવાન જગન્નાથની રથયાત્રા પણ યોજાઈ રહી છે. અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ખુબ જ ધામધૂમથી શરૂ થઇ ગઈ છે અને લાખો ભક્તો આ રથયાત્રામાં સહભાગી થવા માટે પણ જોડાઈ ચુક્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ આ રથયાત્રાની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે.

અમદાવાદમાં યોજાઈ રહેલી ભગવાન જગન્નાથથી 146મી રથયાત્રામાં તાલધ્વજ રથ પર ભાઈ બલરામ, તેમની પાછળ દેવદલન રથ પર બહેન સુભદ્રા અને નંદીઘોષ રથ પર જગતના નાથ બિરાજમાન છે. આ રથયાત્રામાં જગન્નાથના દર્શન માટે વહેલી સવાર મંદિરે ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.

ત્યારે હવે જ્યારે ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળી ગયા છે ત્યારે પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ત્યારે ભગવાન જગન્નાથના એવા જ એક ભક્ત જેઓ વાડજમાં રહે છે અને વર્ષોથી ભગવાન જગન્નાથથી રથયાત્રા જોવા આવે છે એવા અમલીબેનને થોડા સમય પહેલા જ અકસ્માત થયો હતો, પરંતુ તેમની ભક્તિ ભાવના એવી હતી કે તો તેમના દીકરાના સહારે વ્હીલચેર પર બેસીને પણ રથયાત્રાના દર્શન કરવા આવ્યા હતા.

આ રથયાત્રા માટે આજે વહેલી સવારે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ મંદિર આવી પહોંચ્યા હતા. તેઓ પોતાના પરિવાર સાથે જગન્નાથની પૂજામાં જોડાયા હતા. જેના બાદ સવારે 7 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેના બાદ અમદાવાદમાં રથયાત્રા માર્ગ પર રથયાત્રા આગળ વધી હતી.

આ રથયાત્રા પહેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભગવાન માટે ખાસ પ્રસાદ મોકલ્યો હતો. વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે પ્રધાનમંત્રી ભગવાન જગન્નાથને ધરાવવા માટે જાંબુ, મગ અને કેરીનો પ્રસાદ મોકલે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદીએ રથયાત્રા પૂર્વે પ્રસાદ મોકલ્યો હતો.

આ રથયાત્રાનો વધુ ઉત્સાહ સરસપુરમાં જોવા મળશે. કારણ કે, જયારે રથ નિજ મંદિરથી નીકળીને મોસાળમાં મામાના ઘરે સરસપુર આવશે. ત્યારે સરસપુરની ગલીઓમાં ભાણેજને આવકારવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં રસ્તાને ધોઈને ઠંડા પાડવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સરસપુરમાં રથયાત્રામાં આવતા તમામ લોકોને પ્રસાદ સ્વરૂપે સરસપુરની અલગ અલગ પોળમાં જમાડવામાં આવશે. 10-15 નહીં પરંતુ 100 વર્ષથી સરસપુરની 15થી વધુ પોળમાં ભક્તો અને સાધુ-સંતોને ભાવભેર જમાડવામાં આવે છે. આ તમામ પોળમાં 20-25 હજાર નહીં પણ સવા લાખ ભાવિકોને આગ્રહ કરીને જમાડવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel