જળબંબાકારની સ્થિતિ વચ્ચે પોલિસ જવાનો હોસ્પિટલમાં ફસાયેલાં બાળકો માટે બન્યા દેવદૂત, વીડિયો જોઈને તમે પણ સલામ કરવા બનશો મજબૂર

રવિવાર સાંજથી વરસેલા ધોધમાર અને મૂશળધાર વરસાદે અમદાવાદમાં ભારે તારાજી સર્જી હતી. થોડા જ કલાકોમાં વરસેલા વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. અમદાવાદમાં તો આભ ફાટવા જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતુ. શહેરના 5-6 વિસ્તારોમાં તો 10 ઇંચથી પણ વધારે વરસ્યો હતો. ત્યાં આખુ અમદાવાદ પાણી પાણી થઇ ગયુ હતુ. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના મોટાભાગના વિસ્તારો તળાવમાં ફેરવાઇ ગયા હતા.

આ દરમિયાન અમદાવાદ પોલિસે અમદાવાદીઓની મદદ કરી માનવતા મહેકાવી હતી. શહેરમાં ભારે હાલાકી વચ્ચે પોલિસકર્મીઓ હોસ્પિટલમાં ફસાયેલા બાળકોને ઊંચકીને લઇ જતી જોવા મળી હતી. વરસાદને કારણે લોકોના ઘરમાં અને હોસ્પિટલમાં પાણી આવી ગયા હતા. આ વચ્ચે પોલિસ જવાનની કામગીરીના એવા દ્રશ્યો સામે આવ્યા કે તમે પણ તેમને સલામ કરશો. અમદાવાદના સરસપુરમાં આવેલ શારદાબેન હોસ્પિટલમાં વરસાદને કારણે પાણી ભરાયા હતા અને દર્દીઓ પણ અટવાઇ ગયા હતા.

ત્યારે પોલિસ દેવદૂત બનીને આવી અને તેમણે દર્દી અને બાળકોને પોતાના સ્વજનની જેમ હાથમાં ઊંચકી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. પોલિસ જવાનોએ માત્ર હોસ્પિટલમાંથી જ દર્દીનો સુરક્ષિત જગ્યાએ ન પહોંચાડ્યા પરંતુ વૃક્ષ ધરાશાયી થવાને કારણે રસ્તો બંધ થતા ટ્રાફિકજામ થવાને લીધે પોલિસે તાત્કાલિક વૃક્ષો દૂર કરૂ રસ્તા ખોલાવ્યા.

આ ઉપરાંત રસ્તા પર પાણીને લીધે બંધ થઇ જતા વાહનોની પણ પોલિસે ધક્કા મારી મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ બધા વચ્ચે બીજી એક ખાસ વાત થઇ,જેમાં સીમ્સ હોસ્પિટલમાં મહારાષ્ટ્રના એક પાંચ વર્ષના મુસ્લિમ બાળકને લોહીની જરૂર પડતા એક હિંદુ દંપતિ તેમની મદદે પહોંચ્યુ અને તેમણે કેડસમા પાણીમાં પણ તે બાળકની મદદે આવ્યા. આ દરમિયાન તેઓ ટુ વ્હીલરથી ન પહોંચી શકતા સેટેલાઇટ પોલિસની મદદ માંગી અને પોલિસ દેવદૂત બની તે બાળકની મદદ કરવા દંપતિને હોસ્પિટલ લઇ ગઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વરસાદની વાત કરીએ તો, અમદાવાદના એલિસબ્રિજ, પાલડી, વાસણામાં 18 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જ્યારે આશ્રમ રોડ, વાડજ અને ઇન્કમટેક્સમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો હતો.આ ઉપરાંત વસ્ત્રાપુર અને બોડકદેવમાં 12 ઇંચ વરસાદ પડ્યો હતો.

Shah Jina