અમદાવાદ : ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલે કર્યો આપઘાત, પોલિસબેડામાં મચી ગઇ ચકચાર

Police constable of Gaekwad Haveli committed suicide : ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે. આવા મામલામાં પ્રેમ પ્રકરણ, દેવું, માનસિક કે શારીરિક હેરાનગતિ સહિત અન્ય કારણો હોય છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી આપઘાતનો મામલો સામે આવ્યો છે. રામોલ વિસ્તારમાં રહેતા અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે પોતાનાં ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

પોલિસ કોન્સ્ટેબલે કર્યો આપઘાત
ઘટના બાદ ચકચાર મચી જવા પામી છે. ત્યારે પોલીસ કોન્સ્ટેબલે કેમ આપઘાત કર્યો તેનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. પોલીસ કોન્સ્ટેબલ કિરણ લકુમ નોકરી પરથી ઘરે આવીને આરામ કરી રહ્યા હતા અને તે સાંજ સુધી ન ઉઠતા પરિવારે રૂમમાં જઈને તપાસ કરી તો તે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા.

કારણ અકબંધ
મૂળ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના કોઠિરાયા ગામના કિરણ લકુમ હાલમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં હીરાબા સ્કૂલ પાસેની સોસાયટીમાં રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. હાલ તો રામોલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના રૂમમાંથી પોલિસને સુસાઇડ નોટ કે અન્ય કોઇ જ વિગતો મળી આવી નથી.

Shah Jina