અમદાવાદ : મેટ્રો સ્ટેશનની દીવાલો પાન-મસાલાથી રંગાઈ, મેટ્રોની સુંદરતા પર દાગ, થૂંકીને ગંદકી ફેલાવવાનું શરૂ, વીડિયો આવ્યો સામે

કરોડો રૂપિયાનો ખર્ચ્યો કર્યો તો પણ અમદાવાદની મેટ્રોની સુંદરતા પર ગંદો દાગ લગાવ્યો, બુદ્ધિ વગરના લોકો ક્યારે સુધરશે? તસવીરો જોઈને તમારો પીતો જશે

ગુજરાત રાજયમાં સૌપ્રથમ અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી છે અને શહેરીજનોને જાહેર પરિવહન માટે AMTS, BRTS પછી ત્રીજી સૌથી મહત્ત્વની આરામદાયક સુવિધા મળી છે મેટ્રો…પરંતુ શહેરીજનોને તેની કોઇ કિંમત ન હોય તેમ અમદાવાદના મોટેરા સ્ટેશનમાં પાન-મસાલાની પિચકારીઓ મારવામાં આવીછે. ઉત્તરથી દક્ષિણ રૂટ પરના મોટેરા સ્ટેડિયમ સ્ટેશન ખાતે પાન-મસાલાની પિચકારીથી દીવાલોને રંગીન કરી દેવામાં આવી છે

અને મેટ્રોમાં ચેકિંગના દાવા પોકળ સાબિત થયા છે. બીજી ઓક્ટોબરથી નાગરિકો માટે અમદાવાદમાં મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ હતી. થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ અને મોટેરા સ્ટેડિયમથી વાસણા APMC સુધી એમ બે રૂટ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે મેટ્રો સ્ટેશન પર તમાકુ પાન-મસાલા વગેરે લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં પણ બેજવાબદાર નાગરિકો દ્વારા પાન-મસાલા ખાઈ અને મેટ્રો સ્ટેશન પર થુંકી ગંદકી ફેલાવવામાં આવે છે.

આવો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને એક જાગૃત નાગરિક દ્વારા આ વીડિયો ઉતારવામાં આવ્યો છે. સરકાર દ્વારા મેટ્રો સ્ટેશનની સુવિધા લોકોને આપવામાં આવી પરંતુ એક નાગરિક તરીકે લોકોની ફરજ બને છે કે તેને સ્વચ્છ રાખે. પરંતુ ઘણા એવા બેજવાબદાર લોકો છે કે તેમના દ્વારા પાન મસાલા ખાઈ અને મેટ્રો સ્ટેશન પર થૂકી ગંદકી ફેલાવવાનું કામ કરવામાં આવે છે જે અશોભનીય છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલ અટલ બ્રિજ પર પણ આ જ રીતે પાન મસાલા ખાઈ થૂંકી અને ગંદકી ફેલાવવામાં આવી હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

Shah Jina