અમદાવાદમાંથી સામે આવ્યો કાકી-ભત્રીજીને લાંછન લગાડતો કિસ્સો ! 15 દિવસ ભત્રીજા સાથે લિવઇનમાં રહ્યા પછી થયુ એવું કે…

અમદાવાદ સમેત સમગ્ર ગુજરાતમાંથી અવાર નવાર સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવે છે, એવું કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે તે કયારે અને કોની સાથે થઈ જાય એની ખબર જ નથી પડતી પણ છેલ્લા ઘણા સમયથી એવા કિસ્સા સામે આવે છે જે ઘણા ચોંકાવનારા હોય છે. અમદાવાદના નોબલનગરમાં એક ઘટના બની, કાકી- ભત્રીજાના સંબંધોને લાંછન લગાડતી ઘટના સામે આવી.

નોબલનગરમાં રહેતી એક પરીણિતાને પતિના કૌટુંબિક ભત્રીજા સાથે પ્રેમ થઇ ગયો, બંને વચ્ચે એક વર્ષથી લફરું શરૂ થયું હતું. પ્રેમી ભત્રીજાએ સાથે રહેવા માટે પરીણિતાને છૂટાછેડા લેવાનું કહ્યુ. પ્રેમીની વાતમાં આવી પરણિતાએ 15 દિવસ પહેલા જબરદસ્તીથી છૂટાછેડા લીધા અને પછી બંને બાળકો સાથે પ્રેમી ભત્રીજા સાથે લિવ-ઈનમાં રહેવાં લાગી. જો કે સમય જતાં પ્રેમી મહિલા સાથે મારપીટ કરવા લાગ્યો ને તેને શારીરિક-માનસિક હેરાન કરવા લાગ્યો.

એટલું જ નહીં, સમય જતાં પ્રેમી ભત્રીજાએ પરીણિતા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી અને ઘરમાંથી કાઢી મૂકી. ત્યારે પરણિતા આત્મહત્યા કરવા રિવરફ્રન્ટ પહોંચી હતી, જો કે એક જાગૃત નાગરિકે અભયમની મદદ લઈ પરીણિતાને અટકાવી. પરીણિતાએ સમગ્ર વાત કરતાં અભયમ ટીમે પહેલાં પરણિતાને પોતાની ભૂલનું ભાન કરાવ્યું અને બાદમાં પરિવારનો સંપર્ક કરી પરીણિતાને ફરી આવું પગલું ન ભરવા સમજાવી મામલો થાળે પાડયો.

Shah Jina
error: Unable To Copy Protected Content!